વ્યાપાર

APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું

APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 23 ડિસેમ્બર, 2025: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ઓસ્ટ્રેલિયામાં NQXTના ૧00% હિસ્સાનું સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં ‘બહુમતી’ શેરધારકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા, વગેરેની મંજૂરીઓનો સમાવેશ થાય છે. APSEZ એ વેચાણકર્તા, કાર્માઇકલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને પ્રેફરન્શિયલ ધોરણે રુ.૨ની ફેસ વેલ્યુના ૧૪,૩૮,૨૦,૧૫૩ ઇક્વિટી શેર ફાળવ્યા છે.

NQXT એ સંસાધનોથી સમૃદ્ધ ક્વીન્સલેન્ડના ઉત્પાદકો માટે એક મહત્વપૂર્ણ નિકાસ પ્રવેશદ્વાર છે જેની વર્તમાન ક્ષમતા વાર્ષિક ૫0 MT છે.
અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું. ૨૦૩૦ સુધીમાં એક અબજ મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવાના પ્રયાણના માર્ગમાં NQXTનું પૂર્ણ સંપાદન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું હતું કે NQXT એક ઉત્તમ મિલકત છે જે વિશિષ્ટ ભૌગોલિક ફાયદા, મજબૂત વૃદ્ધિની વિપુલ સંભાવનાઓ અને ઈર્ષાભાવપૂર્ણ ટકાઉપણું ટ્રેક રેકોર્ડ ધરાવે છે. NQXT કંપનીના ઇઝરાયલ, કોલંબો અને તાંઝાનિયામાં આંતરરાષ્ટ્રીય બંદરો સાથે પૂર્વ-પશ્ચિમ વેપાર કોરિડોર પર અમારી હાજરી વધારશે. APSEZ પરિવારમાં NQXTને આવકારવાનો આનંદ છે. તેમણે વૈશ્વિક વેપાર લેન્ડસ્કેપ પર અમારા પ્રભાવને મજબૂત કરવાની આતુરતા વ્યક્ત કરી હતી.

ઉચ્ચ-વૃદ્ધિ, રોકડ ઉત્પન્ન કરતી સંપત્તિ NQXT મુખ્યત્વે ગ્રાહકો સાથેના ટેક-ઓર-પે કરારો દ્વારા સંચાલિત છે. નાણાકીય વર્ષ-25 દરમિયાન NQXT ની કરાર ક્ષમતા ૪0 મિલિયન ટનની હતી અને તેણે EBITDA ૨૨૮ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરે પહોંચાડ્યો છે. પ્રોફોર્મા આધારે, NQXT, APSEZ ના વર્ષ-૨૫માં આવક અને EBITDA અનુક્રમે ૬% અને ૭% પ્રસ્તુત કર્યો છે. જ્યારે પ્રોફોર્માના આધારે, નાણા વર્ષ-૨૬માં EBITDA માર્ગદર્શન હવે રુ.૨૧,000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button