રોકડા કરતા ડિજિટલ વ્યવહાર ફાયદાકારક છે કે નુકસાનકારક?

રોકડા કરતા ડિજિટલ વ્યવહાર ફાયદાકારક છે કે નુકસાનકારક?
હજુ હમણાં સુધી નવેમ્બર ૨૦૧૬ સુધી રોકડાની બોલબાલા હતી.તમારા પાસે રોકડા રૂપિયા હોય તો તમારું કામ ફટાફટ જલ્દી થઈ જતું હતું તમારી પાસે રોકડા રૂપિયા હોય તો લોકો તમને આદર માનસન્માન આવકાર આપતાં હતા
હવે ૨૪/૭ પેપરોમા ટી.વી.પર ડિજિટલ વ્યવહાર કરોની જાહેરાતનો મારો સતત ચલાવવામાં આવે છે..તમને લલચાવતી જાહેરાતો બમ્પર ડિસ્કાઉન્ટ આ સુવિધા મળશે ફ્લાણી સુવિધા મળશે કહી તમને કેસ વગર વ્યવહાર કરવો જોઈએ એમ સલાહ સૂચન મળતા જ રહે છે
નોટબંધી લાગુ પડી કે તરત જ ડિજિટલ પેમેન્ટ લાગુ થઈ ગયું.રાતોરાત લારીવાલા રોડ પરના પાથરણાવાલાઓ વેપારીઓ લાખોનો બિઝનેસ કરતા બિગ શોર્ટ બધે જ તાત્કાલિક ડિજિટલ પેમેન્ટની શરૂઆત થઈ ગઇ.
જે રોકડા તમારા ખિસ્સામા હતા તે હવે ગુગલ અને બેંકોના લોકરમાં જમા થવા લાગ્યા.અને આપની પાસે મોબાઈલમા માત્ર આંકડા રહી ગયા .
એક તરફ કેસની માંગ ઘટવા લાગી બીજી બાજુ તમામ ડિજિટલ વ્યવહાર પર ટેક્ષ લાગવા માંડ્યો.
જો ભગવાન ના કરે કોઈ દિવસ અચાનક અર્ધી રાતે તમને કેસની જરૂર પડે એ.ટી.એમ.ઘરથી દુર હોય કે એ.ટી.એમ.ખાલી હોય તો તમે શું કરો?
તમે ખરીદી કરી લીધી.હવે તમારા મોબાઈલમા ચાર્જિંગ ખલાસ થઈ ગયું તો ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કરશો?
તમે કોઈ ચીજ વસ્તુ ખરીદી લો પછી પેલા દુકાનવાલા ભાઈ રોકડા જ રૂપિયા માંગે તો રોકડા રૂપિયા ક્યાંથી લાવશો?
મોબાઈલ ઘરે ભૂલમાં ભુલી ગયા કે મોબાઈલ અણીના સમયે ચાલતો ના હોય અને તમારા ખિસ્સામા રોકડા રૂપિયા ના હોય તો તમે શું કરો?
આપના મોટાભાગના એ.ટી..એમ ક્યાં તો બંધ હોય છે ક્યાં તો રોકડ જલ્દી ખલાસ થઈ જાય છે.તમારી પાસે સમય નથી અને એ.ટી.એમ મા લાંબી લાઈન લાગી છે તો તમે શું કરો?
તમારા પર્સનલ ડિજિટલ વ્યવહારની સરકારને તો ખબર પડે છે પણ સાથોસાથ સાયબર ફોર્ડ કરવાવાલાને પણ ખબર પડે aએની તમને જાણ છે ખરી?
અને આ જ ડિજિટલ વ્યવહાર ભવિષ્યમા તમારી મુસીબતનું કારણ બની શકે છે એ વાતની તમને ખબર છે?
ભારતમાં રોજ જેટલા સાયબર ફોર્ડ થાય છે એટલા સાયબર ફોર્ડ બીજા કોઈ દેશમાં થતા નથી
ડિજિટલ વ્યવહારમા આપવાવાલો જ નહી લેવાવાલો પણ સલામત નથી
તમે તમારા ખિસ્સામા ચાર પાંચ હજાર ના રાખી શકતા હોવ અને ૫૦ હજારનો મોબાઈલ કેવો સાચવી લો છો?.
નહી દેખાતી કેસ મોબાઈલમાં જ સારી લાગે
તમે વિચાર કરો તમને ડિજિટલ પેમેન્ટ ની જરૂર છે ખરી?
તમને કદાચ ખબર નહી હોય તમારો સ્માર્ટ ફોન તમારા ફોનને જ નહી તમારું દિમાગ પણ વાંચે છે
દુનિયામાં મોટા મોટા કરોડપતિઓ કોઈ કાર્ડ કે મોબાઈલ ફોનનો રોકડાની લેવડદેવડ માટે કોઈ દિવસ ઉપયોગ કરતા નથી.કારણકે તમામ પર્સનલ માહિતી અને આર્થિક વ્યવહાર સલામત ગુપ્ત રહે.