વેમાર મુકામે કલાત્મક હિંડોળા દર્શનાર્થે મુકાયા
વેમાર મુકામે અનુપમ મિશન મોગરીના તાબાનું શ્રી અક્ષર પુરુષોત્તમ ભગવાન ,શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલ છે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હરિભક્તોએ જાતે મહેનત કરીને દર્શન કરવા માટે કલાત્મક હિંડોળા બનાવીને ખુલ્લા મુક્યા છે.
શ્રાવણ મહિનો એટલે સનાતન હિંદુ ધર્મ માટે ભક્તિભાવ , પૂજા અને શિવજીની મહીમા નો અનેરો એક માસનો સામુહિક તહેવાર છે. અને આ મહિનામાં આવતો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનુ પર્વ શિરમોર છે ,રાત્રીના 12:00 કલાકે શ્રી કૃષ્ણનો જન્મ થાય ,તેને પારણામાં ઝુલાવવા માટે ભક્તોમાં હોડ જામે છે. વેમાર મુકામે અનુપમ મિશન દ્વારા સંચાલિત શ્રી અક્ષર પુરુષોત્તમ ભગવાનનું શિખરબદ્ધ મંદિર આવેલ છે. અને દર વર્ષે ભક્તો દ્વારા જાતે જ તૈયાર કરીને વિવિધ કલાત્મક હિંડોળા દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે, તેવી જ રીતના ચાલુ વર્ષે પણ કલાત્મક હિંડોળા દર્શન માટે ખુલ્લા મુકાયા છે. આજરોજ હરિભક્ત ચંદ્રકાંત પટેલને મંદિરમાં દર્શન કરતા સમયે શ્રાવણ માસ માટેની માહિતી પૂંછતા જાણવા મળ્યું કે આખો શ્રાવણ માસ લાલજીને ઘેર ઘેર પધરામણી કરી પૂંજા ના વારા નોંધાઈ ગયા છે. આમ હરિભક્તોમાં લાલજીને ઝુલાવવાનો અનેરો ઉત્સાહ દેખાઈ આવે છે. ઉપાસના ધામ વેમાર ખાતે હિંડોળાના દર્શન અને લાલજીને ઝુલાવવાનો લ્હાવો લેવા માટે સૌ હરી ભક્તોને જાહેર આમંત્રણ છે.