જીઈબી ના થાંભલા સાથે મોટરસાયકલ અથડાઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત

જીઈબી ના થાંભલા સાથે મોટરસાયકલ અથડાઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત
પલસાણા રોડ પર જીઈબી ના થાંભલા સાથે મોટરસાયકલ અથડાઈ જતા ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અંગે મળતી વિગતો મુજબ મુલ યુપી ના વટની અને હાલ પલસાણા મેઘા પ્લાઝા ગોપી રેસીડેન્સી મકાન નંબર 203 મુકેશભાઈ ના મકાનમાં ભાડેથી રહેતા અજયભાઈ મહેશભાઈ ગુપ્તા ઉંમર વર્ષ 26 નામના યુવક ગઈકાલે જીજે 19 b h 16 7 9 નંબર ની હીરો કંપનીની ડીલક્ષ મોટરસાયકલ લઈને બલેશ્વર ગામ તરફ થી પલસાના ગામ તરફ આવતા હતા ત્યારે સાડા દસ વાગ્યાના સુમારે મોજે પલસાના ગામની સીમમાં રામાપીર ની વાડી નજીકમાં બલેશ્વર ગામથી પલસાણા ગામ તરફ જતા રોડ ઉપર પોતાના કબજાની હીરો કંપનીની મોટરસાયકલ હંકારી લાવતા સ્ટેરીંગ ઉપર કાબુ ના રહેતા રોડની બાજુમાં આવેલ જીઈબી ના થાંભલા સાથે મોટરસાયકલ સાથે અથડાઈ ગઈ હતી ત્યારે તેઓ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ઈજા ના કારણે સ્થળ ઉપર તેમનું કરું ણ મોત થયું હતું પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.