ક્રાઇમ

અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટે તરફથી ફટકો, ૭૫ હજારનો દંડ ફટકાર્યો

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીનની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવતા અરજી કરનારને ૭૫ હજાર દંડ પણ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જામીનની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, આ બાબતે સુનાવણી દરમિયાન, અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવી અરજી કરનાર આ વ્યક્તિ કોણ છે? આ એક પબ્લિસિટી માટેની અરજી છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે.

કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે, ‘તમને વીટો પાવર કેવી રીતે મળ્યો?’ શું તમે યુનાઈટેડ નેશન્સના સભ્ય છો? હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટના આદેશના આધારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અરજકર્તા પાસે કેજરીવાલ માટે આવા નિવેદનો કરવા અથવા વ્યક્તિગત બોન્ડ રાખવા માટે કોઈ પાવર ઑફ એટર્ની નથી, તેથી તેની અરજી પાયાવિહોણી છે કેજરીવાલની પત્નીએ કહ્યું- કેન્દ્ર સરકાર જેલમાં જ કેજરીવાલને મારવા માંગે છે. રવિવાર ૨૧ એપ્રિલના રોજ રાંચીમાં INDI ગઠબંધનની રેલી યોજાઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા, પંજાબના સીએમ ભગવંત માન, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાગ લીધો હતો. દિલ્હીના સીએમની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું- કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલને મારવા માંગે છે. જેલમાં તેમને યોગ્ય દવા આપવામાં આવી રહી નથી. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ સરકારની તાનાશાહી દર્શાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button