મજૂરા ગેટ સ્થિત નગર પ્રાથમિક શાળા નં. ૮-૯ ખાતે સ્વસ્થ ગુજરાત માટે ‘ફિટનેસ રન’ યોજાઈ

મજૂરા ગેટ સ્થિત નગર પ્રાથમિક શાળા નં. ૮-૯ ખાતે સ્વસ્થ ગુજરાત માટે ‘ફિટનેસ રન’ યોજાઈ
સુરત મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત મજૂરા ગેટ સ્થિત નગર પ્રાથમિક શાળા નં. ૮-૯ ખાતે ફિટનેસ રન યોજાઈ હતી.
આ ફિટનેસ રનમાં શહેરના યુવા, રમતગમતપ્રેમી વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ વર્ગના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે જોગિંગ અને રન દ્વારા લોકોને પ્રેરણા આપવા આ રનનું આયોજન કરાયું હતું.
આ રનમાં ‘ફિટ ઈન્ડિયા’ અને ‘સ્વચ્છ સર્વેક્ષણ’ જેવા રાષ્ટ્રીય અભિયાનોની સંકલિત ઝાંખી પણ જોવા મળી હતી. આ રનને સફળ બનાવવા માટે શહેરના વિવિધ વિભાગોનો સહયોગ મળ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને મેદસ્વિતા જેવી સમસ્યાથી મુક્તિ મેળવવાનો આશય રહેલો છે.