વિશાળ ટાર્ગેટને પાંચ વિકેટે હાંસલ કરી ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડને હરાવ્યુ

વિશાળ ટાર્ગેટને પાંચ વિકેટે હાંસલ કરી ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડને હરાવ્યુ
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની પીચ પર રનોનો વરસાદ થયો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લિશ ટીમના રેકોર્ડબ્રેક લક્ષ્યાંકનો એકતરફી રીતે પીછો કરીને નવો ઈતિહાસ રચી દીધો હતો. જોશ ઈંગ્લિશ જીતનો હીરો સાબિત થયો હતો. તેણે મેચ વિનિંગ સદી ફટકારીને ઈંગ્લેન્ડના બોલરોને પરસેવો પડાવ્યો હતો.ઇંગ્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટા ટોટલ અને સૌથી મોટા ચેઝનો નવો ઈતિહાસ રચ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 17 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 165 રન બનાવ્યા હતા. આ સાથે જ જો રૂટે પણ 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સના આધારે ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો સૌથી મોટો ટાર્ગેટ સ્કોરબોર્ડ પર મૂક્યો. ઓસ્ટ્રેલિયા સામે 352 રનનો જંગી સ્કોર હતો જે ઈંગ્લેન્ડની જીતની સાક્ષી આપતો હતો. પરંતુ જોશ ઈંગ્લિસે ઈંગ્લેન્ડની યોજનાઓને બગાડવામાં કોઈ સમય બગાડ્યો નહીં.
352 રનના લક્ષ્યાંકના દબાણમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર 27 રનના સ્કોર પર તેના બે મહત્વપૂર્ણ બેટ્સમેન ગુમાવ્યા હતા, જેમાં સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની વિકેટ સામેલ હતી. પરંતુ મેથ્યુ શોર્ટની 63 રનની ઈનિંગ કાંગારૂ ટીમ માટે ઉપયોગી હતી, આ પછી લાબુશેને 47 રન અને એલેક્સ કેરીએ 69 રન ફટકારાયા હતા.જોસ ઇંગ્લિશ માત્ર 86 બોલમા 120 રન ફટકારી 352 રનનો લક્ષ્ય પાંચ વિકેટ ગુમાવી હાસલ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ વર્ષો પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયનો સ્વાદ ચાખ્યો હતો.