એમસીએક્સ પર કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં ફેરફાર સાથેના કોટનના વાયદા કામકાજ માટે આજથી ઉપલબ્ધ

એમસીએક્સ પર કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં ફેરફાર સાથેના કોટનના વાયદા કામકાજ માટે આજથી ઉપલબ્ધ
કોટન-ખાંડી વાયદામાં રૂ.980નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.470 અને ચાંદીના વાયદામાં રૂ.242ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14654 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.154844 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11911 કરોડનાં કામકાજઃ બુલડેક્સ વાયદો 22405 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.169500.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14654.01 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.154844.1 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22405 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.914.07 કરોડનું થયું હતું.
દરમિયાન, એક્સચેન્જે એક પરિપત્ર મારફત જણાવ્યું છે કે એમસીએક્સ પર રૂ (કોટન)ના વાયદા, નવેમ્બર અને ત્યારબાદની પાકતી તારીખ ધરાવતા કોન્ટ્રેક્ટ્સમાં 1લી જુલાઇને મંગળવારથી કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં ફેરફાર સાથે ઉપલબ્ધ બનશે. કોટનનાં કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે જોઇએ તો, તેનો સિમ્બોલ (સંજ્ઞા) કોટન-ખાંડી (કેન્ડી)ના બદલે કોટન રહેશે. ટ્રેડિંગ યુનિટ 12 ખાંડીમાંથી 25 ગાંસડીનું કરવામાં આવ્યું છે. ડિલિવરીનું યુનિટ 12 ખાંડી (170 કિલોની 25 ગાંસડી)નું બદલાવીને 7 ટકાની વધઘટ સાથે 170 કિલોની 100 ગાંસડી એટલે કે 170 ક્વિન્ટલનું કરાયું છે. ક્વોટેશન/બેઝ વેલ્યુ 170 કિલોની ગાંસડીદીઠ રૂપિયામાં રખાયું છે. કોટનના આ કોન્ટ્રેક્ટ્સમાં મહત્તમ ઓર્ડરનું પ્રમાણ 576 ખાંડીમાંથી 1200 ગાંસડીનું કરવામાં આવ્યું છે. સ્ટેપલ 2.5 ટકા સ્પાન લેન્થઃ 29 મિ.મી. (-1 મિ.મી.) પ્રોરેટા ધોરણે 1.5 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રખાઇ છે, જ્યારે 28 મિ.મી.થી નીચું પ્રમાણ રદ ગણાશે અને 29 મિ.મી.થી ઊંચા પ્રમાણ પર કોઇ વધારાનું પ્રીમિયમ રહેશે નહીં. મહત્તમ છૂટપાત્ર ઓપન પોઝિશન વ્યક્તિગત ગ્રાહકો માટે 3,40,000 ગાંસડીનું અને તમામ ગ્રાહકો વતી સભ્ય માટે એકત્રિત 34,00,000 ગાંસડી અથવા બજારવાર પોઝિશનના 15 ટકા, એ બંનેમાંથી જે વધુ હોય તે રહેશે. નજીકના મહિનાની ડિલિવરીના સંબંધમાં વ્યક્તિગત ગ્રાહકો માટે 85,000 ગાંસડી અને નજીકના મહિના માટે તમામ ગ્રાહકો વતી સભ્યસ્તરે પોઝિશનની એકત્રિત મર્યાદા 8,50,000 ગાંસડી અથવા બજારવાર પોઝિશનના 15 ટકા એ બંનેમાંથી જે વધુ હોય તે રાખવામાં આવી છે.
સોમવારે સાંજે 4-15 વાગ્યા સુધીમાં એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11911.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.95492ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96095 અને નીચામાં રૂ.95380ના સ્તરને સ્પર્શી, રૂ.95470ના આગલા બંધ સામે રૂ.470 વધી રૂ.95940 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.343 વધી રૂ.77999ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.9730ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.492 વધી રૂ.95400ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96339ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96339 અને નીચામાં રૂ.95500ના મથાળે અથડાઈ, રૂ.96063ના આગલા બંધ સામે રૂ.118 વધી રૂ.96181ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.105079ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105790 અને નીચામાં રૂ.105006ના મથાળે અથડાઈ, રૂ.105228ના આગલા બંધ સામે રૂ.242 વધી રૂ.105470ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.52 ઘટી રૂ.105200ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.148 વધી રૂ.105131 થયો હતો.