શિક્ષા
અવાખલની યુર્વા પટેલે KPGU વરણામામાં ગોલ્ડ મેડલ મેળવી શિનોરનું નામ રોશન કર્યું

અવાખલની યુર્વા પટેલે KPGU વરણામામાં ગોલ્ડ મેડલ મેળવી શિનોરનું નામ રોશન કર્યું
શિનોર તાલુકાના અવાખલ ની વિદ્યાર્થીની યુર્વા મુકેશભાઈ પટેલે કે.પી.જી.યુ.વરણામા મુકામે ગોલ્ડ મેડલ મેળવીને બારગામ પાટીદાર સમાજનું તથા માતા પિતા નું નામ રોશન કરેલ છે.
શિનોર તાલુકાના અવાખલ ગામની યુર્વા મુકેશભાઈ પટેલે, સને 2025 માં ડૉ. કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી વરણામા, વડોદરા, (કે.પી.જી.યુ.) માં ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ 2025 માં ગોલ્ડ મેડલ મેળવીને કોલેજ તથા માતા રેખાબેન તથા પિતા મુકેશભાઈ અને બારગામ પાટીદાર સમાજનું ગૌરવ વધારેલ છે. સમાજના અગ્રણીઓએ તેઓને અભિનંદન પાઠવેલા છે.



