ગુજરાત

મકર સંક્રાંતિના પર્વે ‘ધ નમ્રતાગ્રીન ઓર્ગેનાઈઝેશન Inc (USA)’ દ્વારા રાજકોટની ઝુંપડપટ્ટીમાં સેવાકાર્ય

મકર સંક્રાંતિના પર્વે ‘ધ નમ્રતાગ્રીન ઓર્ગેનાઈઝેશન Inc (USA)’ દ્વારા રાજકોટની ઝુંપડપટ્ટીમાં સેવાકાર્ય

​રાજકોટ: માનવતા અને પર્યાવરણના જતન માટે કાર્યરત અમેરિકાની સંસ્થા ‘ધ નમ્રતાગ્રીન ઓર્ગેનાઈઝેશન Inc (USA)’ દ્વારા આજે મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટના પછાત વિસ્તારો અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આજે વહેલી સવારે રાજકોટની વિવિધ ઝુંપડપટ્ટીના જરૂરિયાતમંદ ભૂલકાઓને પૌષ્ટિક નાસ્તો કરાવીને ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, “સંસ્થા ભલે અમેરિકામાં રજિસ્ટર્ડ હોય, પણ અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતના છેવાડાના વિસ્તારો અને ઝુંપડપટ્ટીમાં વસતા બાળકોને શિક્ષણ અને પોષણ આપી મદદરૂપ થવાનો છે. ભારતીય સંસ્કારો અને માનવતા જ અમારું મિશન છે.”

​સંપૂર્ણ પારદર્શક અને કાયદેસરની કામગીરી

આ સેવાકીય પ્રવૃત્તિની વિશેષતા એ રહી કે તેનું સંપૂર્ણ આયોજન ભારતીય દાતાઓના સહયોગથી અને સંસ્થાના ભારતીય બેંક ખાતા દ્વારા સંપૂર્ણ કાયદેસર (Legal) રીતે કરવામાં આવ્યું છે. આ પારદર્શક પદ્ધતિ દ્વારા સંસ્થાએ ભવિષ્યમાં ગ્લોબલ ફંડિંગનો સીધો લાભ સ્થાનિક સ્તરે ઝુંપડપટ્ટીના બાળકો સુધી પહોંચાડવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​દાતાશ્રીઓનો આભાર

ઝુંપડપટ્ટીના બાળકોના આ મુખ પર સ્મિત લાવવાના કાર્યક્રમને સફળ બનાવવામાં રજનીભાઈ ઠુમ્મર, ધાર્મિક રાજગોર, જયદીપભાઈ વાડોલીયા અને રામ ભરોસે દાતાશ્રીઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.

​આગામી સમયમાં ‘ધ નમ્રતાગ્રીન ઓર્ગેનાઈઝેશન’ અમેરિકા અને ભારત વચ્ચે સેતુ બનીને ખાસ કરીને ઝુંપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને ઉત્થાન માટે વૈશ્વિક સ્તરે કામગીરી કરશે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button