ક્રાઇમ
અમરોલીમાં ટ્રક અડફેટે વેલંજાના બાઈકસવારનું કરુણ મોત

અમરોલીમાં ટ્રક અડફેટે વેલંજાના બાઈકસવારનું કરુણ મોત
સુરત અમરોલીમાં ટ્રક અડફેટે વેલંજાના રત્નકલાકારનુ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ વેલંજા ખાતે આવેલ વીઆર રેસીડેન્સીમાં રહેતો 33 વર્ષીય ગોપાલ ધીરુ ગજેરા રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની તેમજ બે સંતાનનુ ગુજરાન ચલાવતો હતો. રવિવારે સવારે ગોપાલ ગજેરા કતારગામ પોતાના કામ માટે બાઇક લઈને જઈ રહ્યો હતો. તે સમયે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રી પાસે ટ્રક ચાલકે ગોપાલની બાઈકને અડફેટે લીધી હતી. જેથી ગોપાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સાયણની ખાનગી હોસ્પિટલમાં એડમિત કરવામાં આવ્યો