આરોગ્ય
રક્તદાન અને આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

રક્તદાન અને આરોગ્ય તપાસ શિબિરનું આયોજન
“વિશ્વ રક્તદાન દિવસ” નિમિત્તે, રવિવારે ડુમસ રોડ પર સ્થિત અવધ કોપર સ્ટોન સોસાયટી ખાતે રક્તદાન અને આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 38 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને 200 લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી.
અવધ કોપર સ્ટોન રેસિડેન્ટ્સ એસોસિએશન અને સાંસ્કૃતિક સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સોસાયટીના ઘણા લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સોસાયટીની આરોગ્ય અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.