જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી – ૨ આયોજન થયું.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી – ૨ આયોજન થયું
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૭-૦૭-૨૦૨૫ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૨ નું આયોજન કરાયું હતું. જેમાં બી.કોમ. વિભાગનાં ૩ વિદ્યાર્થીઓ (૧) દિવ્યા તરસરિયા – “ભગવદ્ ગીતા” (૨) બલદાનીયા દર્શન – “વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો” અને (૩) કુંજડિયા શુભમ – “વિષ્ણુ પુરાણ” એ તેમણે વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા. ડૉ હેમાદ્રિ ટીકાવાળા અને પ્રા. માનસી શાહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.