સુરતના પાલ વિસ્તારમાં થયેલી મહિલા વકીલ નીશી ચૌધરીની હત્યા
વકીલ નિશી ચૌધરી હત્યા કેસમાં
પતિ રોહીત કાટકરની ધરપકડ
આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર
૫ જુલાઈના રોજ સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં મહિલા વકીલ નીશી ચૌધરીની તેના જ પતિ રોહિત દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા થઈ હતી ત્યારે હત્યાના આરોપી એવા રોહિતે ડોલોની ગોળીઓ ખાઈને આપધાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આજે તેને હોસ્પિટલમાંથી ડિસ્માર્જ કરતા પોલીસે ઘટનાના ૧૪ દિવસ બાદ આરોપીની પરપકડ કરી છે. આરોપી પતિ રોહત કાટકરની પોલીસે પરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જ્યા ભરતસિંહ ચાવડા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલ બાદ આરોપીના
૫ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. નીશીએ દોઢ વર્ષ પહેલા જરોહિત કાટકરની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, સાસરિયાના ત્રાસથી નીશી પરત આવી ગઈ હતી. ત્યારબાદ ૪ જુલાઈના રોજ
રોમિત નીચીને લઈને હોટલમાં ગયો હતો અને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ રોહિત આડાજણા પોલીસ પહોંચ્યો હતો અને ઘટનાક્રમ કહેતા પોલીસે તેને પકડીને પાલ પોલીસને સૌપ્યો હતો. આ દરમિયાન તેની પૂછપરછ કરતા સમયે તેણે ડોલોની ગોળીઓ ખાઈને આપવાતનો પ્રવાસ કર્યો. જેવી, તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો. રામ વિગતો મુજબ, પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગત ગુરુવારે (૪ જુલાઈ) સાંજના સમયે એક કપલ અહી આવ્યું હતું. જોકે ગતરોજ (૫ જુલાઈને શુક્રવાર) સાંજ સુધી પણ આરૂમનો દરવાજો નહીં ખૂલતાં હોટલ સ્ટાફને કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કરીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો..