વ્યાપાર

અદાણી એનર્જી સોલ્યુશન્સ ભારતની સૌથી મોટી સ્માર્ટ મીટર કંપનીમાંની એક ઇન્ટેલીસ્માર્ટ હસ્તગત કરશે

અદાણી એનર્જી સોલ્યુશન્સ ભારતની સૌથી મોટી સ્માર્ટ મીટર કંપનીમાંની એક ઇન્ટેલીસ્માર્ટ હસ્તગત કરશે
આ સંપાદનથી દેશના સૌથી મોટા સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ અદાણી એનર્જી સોલ્યુશન્સની ક્ષમતા વધશે
અમદાવાદ : ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની અને ભારતની અગ્રણી ઊર્જા ઉપાયો પુરા પાડતી કંપનીમાંની એક અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ(NIIF) અને એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિ. વચ્ચેનું અગ્રણી સ્માર્ટ મીટરિંગ માટેના સંયુક્ત સાહસ ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.માં ૧૦૦% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે બંધનકર્તા સિક્યોરિટીઝ ખરીદી અને સબ્સ્ક્રિપ્શન કરાર કર્યો છે. પ્રસ્તાવિત આ સંપાદન ૪.૭ કરોડથી વધુ સ્માર્ટ મીટર સાથે ભારતના સૌથી મોટા સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સની ક્ષમતાને મજબૂત બનાવશે.
રુ.૩,૦૫૦ કરોડના સૂચિત વ્યવહારમાં ઇન્ટેલીસ્માર્ટની ૧૦૦% ઇક્વિટી શેર મૂડીનું સંપાદન અને NIIF દ્વારા રાખવામાં આવેલા ઇન્ટેલીસ્માર્ટના વૈકલ્પિક કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું રિડેમ્પશન શામેલ છે. આ વ્યવહાર નિયમનકારી અને અન્ય આવશ્યક મંજૂરીઓને આધીન છે.
ભારતના સ્માર્ટ મીટર અસ્કયામતોના અગ્રણી માલિકો અને ઓપરેટરોમાંની ઇન્ટેલીસ્માર્ટનો કુલ પોર્ટફોલિયો ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર અને આસામમાં મળીને ૨.૨ કરોડ મીટરનો છે. ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા ગ્રાહક બજારોમાં ઇન્ટેલીસ્માર્ટની મોજુદગી ભવિષ્યના વિસ્તરણ માટે મજબૂત માર્ગ પૂરો પાડે છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે ઇન્ટેલીસ્માર્ટનું સંપાદન કંપનીના સ્કેલ અને અમલીકરણની ક્ષમતાઓમાં વધારો કરવા સાથે ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ દ્વારા ભારતના વીજ વિતરણ ક્ષેત્રમાં આધુનિકીકરણને ટેકો આપવા અમોને સક્ષમ બનાવે છે.
આ સંપાદન કંપનીની ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને તકો મારફત મૂલ્ય-વૃદ્ધિને અનુસરવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. આ સંપાદન સ્માર્ટ મીટરીંગના કામકાજ તેનું અર્થતંત્ર, અને જાળવણી માટેના ખર્ચની અનુકૂળતા અને કંપનીના વ્યાપક ઊર્જા અને માળખાગત પ્લેટફોર્મ વચ્ચે એકીકરણ દ્વારા તાલમેલ સાધે તેવી અપેક્ષા છે.
ઇન્ટેલીસ્માર્ટના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ અનિલ રાવલે ઇન્ટેલીસ્માર્ટને આ સીમાચિહ્નરૂપ વ્યવહારનો ભાગ બનવાનો ગર્વ હોવાનું જણાવી કહ્યું હતું કે કંપનીએ તેના હિસ્સેદારો માટે મૂલ્ય વર્ધન કર્યું છે. શ્રી રાવલે અપેક્ષા વ્યક્ત કરી હતી કે પહેલાથી જ દેશની સમગ્ર વીજના મૂલ્યની શ્રેણીમાં પરિવર્તનના મુખ્ય ચાલક તરીકે ઉભરી રહેલી અમારી કંપનીમાં આ સિદ્ધિ વધુ રોકાણોને ઉત્પ્રેરિત કરી વીજ વિતરણ ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને વેગ આપશે.
NIIFના મેનેજિંગ પાર્ટનર વિનોદ ગિરીએ જણાવ્યું હતું કે દેશના અગ્રણી સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મમાંના એકમાં ઇન્ટેલીસ્માર્ટની ઉત્ક્રાંતિ રાષ્ટ્રીય મહત્વના ઉભરતા ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોનું નિર્માણ અને તેને એક ચોક્કસ કક્ષાએ લઇ જવાની NIIFની ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે NIIF માટે આ સોદો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમારી વ્યૂહરચનામાં એક મહત્વનું સીમાચિહ્ન છે અને ભારતમાં ઉદ્યોગ-અગ્રણી પ્લેટફોર્મ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ સક્ષમ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ટેલીસ્માર્ટ જેમ જેમ તેના વિકાસના આગલા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, તેમ તેમ આ એક્ઝિટ ભારતના ડિજિટલ અને ઉર્જા સંક્રમણમાં સંસ્થાકીય મૂડીને ઉત્પ્રેરિત કરવાનું ચાલુ રાખીને મૂલ્યને અનલૉક કરવામાં અમને સક્ષમ બનાવે છે.
એનર્જી એફિશીયન્સી સર્વિસીઝ લિ.(EESL) ના સી.ઇ.ઓ શ્રી અખિલેશ દિક્ષિતે જણાવ્યું હતું કે ભારતના વીજ ક્ષેત્રમાં ઉર્જા કાર્યક્ષમતા અને ડિજિટલ પરિવર્તનને સક્ષમ કરવા માટે કંપની પ્રતિબદ્ધ છે. સ્માર્ટ મીટરિંગ ઇકોસિસ્ટમમાં ઇન્ટેલીસ્માર્ટના યોગદાન પર ગૌરવ વ્યક્ત કરતા તેમણે કહયું કે આ સોદો ડિસ્કોમ અને ગ્રાહકોને મોટા પાયે સેવા આપવાની તેની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે એવું અમે માનીએ છીએ.
આ સોદા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના કાનૂની સલાહકાર તરીકે સિરિલ અમરચંદ મંગળદાસ હતા. જ્યારે વિક્રેતાઓના કાનૂની સલાહકાર તરીકે તલવાર ઠાકોર એન્ડ એસોસિએટ્સ હતા. ડેલોઇટ ટાઉચે તોહમત્સુ ઇન્ડિયાએ વિક્રેતાઓના વિશિષ્ટ વ્યવહાર સલાહકાર તરીકે કામ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button