ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઉડાન ભરતાં પ્રથમ મુસાફરોનું સ્વાગત કર્યું

ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઉડાન ભરતાં પ્રથમ મુસાફરોનું સ્વાગત કર્યું

મુંબઈ, ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫: મુંબઈની ઉડ્ડયન ક્ષમતાની નવી ક્ષિતિજને આંબવામાં એક સીમાચિહ્નરૂપ વિસ્તરણ અને ભારતની માળખાગત સફરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (NMIA) એ આજે વાણિજ્યિક કામગીરીના શ્રીગણેશ કર્યા છે.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક કાર્યરત થતાં મુંબઈ હવે લંડન, ન્યુયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન શહેરો સાથે જોડાયું છે. આ દરેક વધતી માંગને પહોંચી વળવા માટે બહુવિધ એરપોર્ટ દ્વારા સમર્થિત છે. આ સ્કેલ, સ્થિતિસ્થાપકતા અને ભવિષ્ય માટે રચાયેલ સાચી મલ્ટી-એરપોર્ટ સિસ્ટમની શરૂઆતનો મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન (MMR) માટે શુભ સંકેત છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિ. દ્વારા વિકસાવાયેલ અને સંચાલન થનાર નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રક્લ્પોમાંનું એક છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) ઉપર ભીડનું ભારણ ઘટાડવાના હેતુથી રચાયેલ આ પ્રકલ્પ અદાણી સમૂહની પ્રકલ્પોને નિયત સમયાવધિ અગાઉ સંપ્પન કરવાની જટિલ, રાષ્ટ્ર-નિર્માણ માટે સંગીન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની ક્ષમતા દર્શાવે છે.
બેંગલુરુથી ઈન્ડિગોની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટ 6E460 સવારે ૮:00 વાગ્યે આવી પહોંચી ત્યારે તેને પારંપારિક વોટર કેનનથી સલામી આપવામાં આવી હતી. આજે પહેલા દિવસે નવ સ્થાનિક સ્થળોને જોડતી ૪૮ ફ્લાઇટ્સનું NMIA એ સંચાલન કર્યું હતું જેમાં ૪,000 થી વધુ પ્રવાસીઓની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. આ એરપોર્ટ માટે આજે પ્રથમ દિવસનો 0૫:00 થી 0૭:00ના સમયગાળા વચ્ચે પીક ટ્રાફિક નોંધાયો હતો. આ એરપોર્ટનો કાર્યારંભ મજબૂત માંગ અને ઓપરેશનલ તૈયારીનું ઉદાહરણ છે.
ચેરમેન ગૌતમ અદાણીએ ઉદ્ઘાટકીય ઉડાન કરતા પ્રવાસીઓનું વ્યક્તિગત અભિવાદન કર્યું હતું. તેમણે એરપોર્ટના કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. કર્મચારીઓ, સમુદાયના પ્રતિનિધિઓ અને અદાણી ફાઉન્ડેશનના લાભાર્થીઓ સાથે પ્રસ્થાન ટર્મિનલની ઔપચારિક પદયાત્રામાં ગૌતમ અદાણી જોડાયા હતા. પરમ વીર ચક્રથી પુરસ્કૃત કેપ્ટન બાના સિંહ અને સુબેદાર મેજર સંજય કુમારના નેતૃત્વમાં ધ્વજવંદન સમારોહ અને રાષ્ટ્રગાન સાથે આ લોન્ચિંગ સંપ્પન થયું હતું.
આ પ્રસંગે દેશના ગૌરવરુપ ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, મિતાલી રાજ અને સુનિલ છેત્રી ઉપરાંત જાણીતા સામાજિક અગ્રણીઓ માલિની અગ્રવાલ અને વિરાજ ઘેલાણી હાજર રહ્યા હતા.
શ્રી અદાણીએ જણાવ્યું હતું કે પરમવીર ચક્ર પુરસ્કૃતોની ઉપસ્થિતિ વચ્ચે નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય વિમાનીમથક ના પ્રથમ મુસાફરોના અભિવાદનમાં આકાર લેતા નવા ભારતની ઝલકની ઝાંખી મળે છે. તેમણે કહ્યું કે કામદારો, કિસાનો, સામાજિક સેવાને વરેલા અગ્રણીઓ અને દીવ્યાંગ સાથીઓ સાથે ઊભા રહેવાથી આત્મવિશ્વાસ અને કરુણા ભાવ સાથે આગળ વધતા રાષ્ટ્રની ભાવના છવાઈ ગઈ છે.
આજના દિવસને “મુંબઈ અને ભારત માટે ગૌરવનો દિવસ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે મહત્વાંકાક્ષા હેતુથી આગળ વધીને ઝડપ અને અમલીકરણ સાથે પૂર્ણતા પામે છે ત્યારે દેશ શું હાંસલ કરી શકે છે તેનું આ એરપોર્ટ શ્રેષ્ઠ ઉદાહરણ છે. NMIAએ એક સંકલ્પની પરિપૂર્તિ તરીકે ઊભું છે.
અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે આ એરપોર્ટ MMR માટે એક સ્થિતિસ્થાપક મલ્ટી-એરપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવા સાથે ક્ષમતામાં વધારો કરે છે, મુસાફરોના અનુભવમાં વધારો કરે છે અને પ્રદેશના ઉડ્ડયન વિકાસને ભવિષ્ય માટે યોગ્ય બનાવે છે.
આ લોન્ચમાં ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એરના એરલાઇનના અગ્રણીઓએ ભાગ લીધો હતો, જે નવી મુંબઈથી નિર્ધારિત પ્રસ્થાનોની પ્રભાવી શરૂઆતની પુષ્ટિ કરે છે. મુલાકાતીઓને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાની આબેહૂબ ઝલક આપતા પરંપરાગત મહારાષ્ટ્રીયન લેઝીમ (લોકનૃત્ય), ઢોલ અને તુતારી દર્શાવતા સાંસ્કૃતિક પ્રદર્શનોએ પ્રસ્થાનની શાનમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે ખેડૂતો, વંચિત પરિવારો અને દિવ્યાંગ સાથીઓએ મુંબઈના ખાસ ચાર્ટર્ડ હવાઈ પ્રવાસ દ્વારા પોતાના પ્રથમ ઉડાનનો અનુભવ કર્યો હતો. ઇન્ડિયા પોસ્ટે ગોવા માટે ઇન્ડિગોની સેવા પર ઉડાન ભરતા NMIA ટર્મિનલને દર્શાવતું ફર્સ્ટ ફ્લાઇટ કેરીડ સ્પેશિયલ કવરનું પણ આ વેળા વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યારંભની પૂર્વસંધ્યાએ NMIAની ૧,૫૧૫ સિંક્રનાઇઝ્ડ ડ્રોન સાથેની સ્કાયલાઇન ડ્રોનના નજારાએ વાતાવરણને જીવંત કરી દીધું હતું. “રાઇઝ ઓફ ઇન્ડિયા” થીમના ડિસ્પ્લેમાં 3D કમળ, એરપોર્ટની આઇકોનિક ડિઝાઇન, ટકાઉપણું થીમ્સ અને ઉડતા વિમાનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને યુવા ખેલાડીઓ, NMIA ટીમ અને સમુદાયના સભ્યોએ એકસાથે નિહાળ્યું હતું.



