છત્રપતિ શિવાજી મહારાજ આં.રા.એરપોર્ટના પૂરાણા માળખાને આધુનિક ઓપ આપવા અને નવી સુવિધા વિકસાવવાની MIALની યોજના ખુલ્લી મૂકાઇ

છત્રપતિ શિવાજી મહારાજ આં.રા.એરપોર્ટના પૂરાણા માળખાને આધુનિક ઓપ આપવા અને નવી સુવિધા વિકસાવવાની MIALની યોજના ખુલ્લી મૂકાઇ
પ્રવાસીઓને સુવિધાઓની અનુભૂતિ માટે એરપોર્ટના આંતર માળખામાં
વૃદ્ધિ કરવાના ધ્યેયથી 2021 બાદ પ્રથમવાર ટેરિફની પુનઃસમીક્ષા
મુંબઇ, ૧૮ માર્ચ, ૨૦૨૫: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) ની પેટા કંપની અને મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA)નું સંચાલન કરતી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL)એ પ્રવાસીઓની સુખ સુવિધાને સુસંગત અને સુવ્યવસ્થિત સવલતોનો અહેસાસ કરાવવાના હેતુ સાથે વ્યૂહાત્મક કદમ ભરી રહી છે. મુંબઈ એરપોર્ટ ખાતે માળખાકીય વિકાસ અને તકનીકીમાં વધારો કરવા સંબંધી પ્રકલ્પો હાથ ધરવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ને સક્ષમ કરવા માટે ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) સમક્ષ મૂકવામાં આવેલી દરખાસ્તમાં મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટ ખાતે સ્વદેશી ડિપાર્ટીંગ મુસાફરો માટે રુ.325 અને આંતર રાષ્ટ્રીય ડિપાર્ટીંગ પ્રવાસીઓ માટે રુ.650ની યુઝર ડેવલપમેન્ટ ફી સૂચવી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ અને વિશ્વકક્ષાના એરપોર્ટના લાંબા સમય માટેના સંચાલન વચ્ચે સંતુલન સાધવા માટે આ ફેરફારને સરભર કરવા અને મુસાફરો પર તેની અસરને ખાળવા માટે એરલાઇન લેંડીંગ અને પાર્કીંગના ચાર્જમાં આશરે ૩૫ ટકાનો એક સાથે ઘટાડવાનો આ પ્રસ્તાવ પાછળ પ્રયાસ છે. મુંબઇથી હવાઇ ઉડાનોને સકારાત્મક અસર કરે તેવી અપેક્ષા સાથે ખર્ચની દ્રષ્ટીએ એરલાઇન્સને વધુ અસરકારક રીતે સંચાલિત કરવા અને સ્પર્ધાત્મક ટિકિટના ભાવ જાળવવા માટે આ ઘટાડો સક્ષમ બનાવશે.
છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ ખાતે મુસાફર દીઠ વર્તમાન ઉપજ (વાયપીપી) રુ.285 છે. AERA ને સુપ્રત કરવામાં આવેલી દરખાસ્તનો હેતુ વર્તમાન ઉપજને આશરે રૂ.332 કરવાનો છે, જે 10 માર્ચ 2025 ના રોજ AERA દ્વારા જારી કરાયેલા કન્સલ્ટેશન પેપર સાથે 18% નો વધારો પ્રસ્તુત કરે છે.
આગામી પાંચ વર્ષમાં આ એરપોર્ટ ખાતે એરપોર્ટના માળખાના નિર્માણ માટે રુ.10,000 કરોડનું રોકાણ કરાશે અને અંદાજે 229 મિલિયન મુસાફરો પાસેથી રુ.7,600 કરોડની કુલ આવક વસુલાશે. ટેરિફનું નવું માળખું વ્યૂહાત્મક રીતે મિશ્ર આવકમાં ફેરફાર કરવા સૂચવવામાં આવ્યું છે, મતલબ કે એક તરફ યુડીએફમાં વધારો થાય છે તો બીજી બાજું ઉતરાણ અને પાર્કિંગના ચાર્જમાં 35 ટકાનો ઘટાડો થાય છે. ભારતના અન્ય મોટા એરપોર્ટ્સના ટેરિફ માળખા સાથે આ દરખાસ્ત તાલમેલ સાધવા સાથે આવકની સ્થિરતામાં વધારો કરશે અને સરવાળે મુસાફરોની અનુભૂતિમાં સુધારો લાવીને આ એરપોર્ટ મુસાફરો માટે સ્પર્ધાત્મક અને આકર્ષક ઉડ્ડયન કેન્દ્ર બને તેની ખાતરી કરશે.
સતત મુસાફરોની સગવડતામાં સતત ઉમેરો અને સંચાલકીય કાર્યક્ષમતામાં સતત સુધારો કરતા રહી ભારતના સીમાચિહ્ન ઉડ્ડયન કેન્દ્રમાંનું એક બની લાંબા ગાળાના ટકાઉપણા માટે સુધારો કરવા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.પ્રતિબદ્ધ છે.ટી 2 પરથી ડોમેસ્ટિક-થી-ડોમેસ્ટિક સ્થાનાંતરણની સુવિધા, કામગીરીમાં સમયસર સુધારો કરવા માટે નવો ટેક્સી વે ઝેડ મુખ્ય પહેલમાં સામેલ છે અને મુસાફરો-કેન્દ્રિત અન્ય એડવાન્સમેન્ટ વચ્ચે ટર્મિનલ, ફ્રી ઇન્ટર-ટર્મિનલ કોચ ટ્રાન્સફર અને ફાસ્ટેગ-આધારિત પાર્કિંગના પ્રવેશ સમયે ભીડનું સંચાલન કરવા માટે ઇગેટ્સ એરપોર્ટની લાંબા ગાળાની ટકાઉ કામગીરીને સમર્થન આપે છે. આ સૂચિત ફેરફારો તેના મહત્વાકાંક્ષી માળખાકીય વૃધ્ધિ કાર્યક્રમને વેગ આપશે જે ભવિષ્યની હવાઈ મુસાફરીની માંગ માટે સજ્જ થવા માટે એરપોર્ટ અને તેની સુવિધાઓમાં વધુ પરિવર્તન લાવશે.
અદ્યતન એરપોર્ટનો અહેસાસ કરાવવા માટે, છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ અનેક પરિવર્તનશીલ પ્રકલ્પોને આગળ ધપાવી રહ્યું છે. તદનુસાર, અખંડિત માળખાકીય સુધાર,ક્ષમતામાં વધારો અને અંતરાયવિહીન મુસાફરીમાં ઉમેરો કરવા માટે જૂના ટર્મિનલ્સ 1 એ (30 વર્ષ) અને 1 બી (60 વર્ષ) માટે ટર્મિનલ 1નો પુનર્વિકાસની દરખાસ્ત છે. દાયકાઓ સુધી આ સવલતોનું ટકાઉપણું સુનિશ્ચિત કરીને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ, વિસ્તૃત ક્ષમતા અને મુસાફરો માટે વધારાયેલી સુવિધાઓ ઉપલબ્ધ કરશે. ટર્મિનલ 2 (ટી 2) સુરક્ષાની ચકાસણીને સુવ્યવસ્થિત કરવા અને મુસાફર જનતાના પ્રવાહમાં સુધારો લાવવા માટે સેલ્ફ-બેગેજ ડ્રોપ સિસ્ટમ્સ, CTIX હેન્ડ બેગેજ સ્ક્રીનીંગ અને ફુલ-બોડી સ્કેનર્સ જેવી આધુનિક તકનીકીઓને સંકલિત કરશે. વધુમાં રનવે મેન્ટેનન્સ, એપ્રોન અને ટેક્ષી વેમાં સુધારણા જેવા એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ગુણવત્તાયુકત બનાવવા સહિતના અન્ય કાર્યો હાથ ધરીને એરક્રાફ્ટની હિલચાલને વધુ સક્ષમ અને ફ્લાઇટ સંચાલનને કાર્યક્ષમ બનાવશે. વણથંભી અને સુરક્ષિત મુસાફરી માટે ઇ-ગેટ્સ (ડિજિયાત્રા પહેલ), એફટીઆઈ-ટીટીપી અને આઇઓટી-સંચાલિત ઉકેલો સહિત હવેની પેઢી સાથે અનુકૂલન સાધતી ડિજિટલ નવીનતાઓને આંતર રાષ્ટ્રિય એરપોર્ટ સ્વીકારી રહ્યું છે.
સક્રિય રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં સંક્રમણ કરી રહેલા આ એરપોર્ટની કાર્યક્ષમ ઉર્જા- કામગીરીમાં વધારો કરી જળ સંરક્ષણના પગલાંને મજબૂત બનાવે છે. 2029 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપે છે. કાર્યક્ષમતા, આરામ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારતના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે મુંબઈની સ્થિતિ જાળવવાના સમર્પણમાં કંપની અડગ છે. વૈશ્વિક શ્રેષ્ઠ પ્રવાહો સાથે સંલગ્ન રહીને ટેરીફમાં વ્યુહાત્મક ફેરફાર મુસાફર જનતાને શ્રેષ્ઠ એરપોર્ટનો અહેસાસ કરાવવાની લાંબા ગાળાની દ્રષ્ટિને સમર્થન આપે છે. અત્યાર સુધી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ..એ પેસેન્જર યુડીએફ વસૂલ્યું નથી, તેમ છતાં તેને સંચાલનમાં સફળતા મળી છે. કંપનીએ પરંપરાગત 54 વાહનોને ઇવીમાં રૂપાંતર કર્યા છે અને 47 નવા ઇવી વાહનો ઉપયોગમાં મૂક્યા છે અને આગામી સમયમાં વધુ 60 દાખલ કરવાની યોજના છે. 2024 માં સેકન્ડરી રનવે (14/32) અને 2020 માં રનવે 09/27 માં માટે મુખ્ય રીસર્ફેસિંગ પ્રોજેક્ટ સહિત નિયમિત વાર્ષિક ચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ વાર્ષિક રનવેની જાળવણી અને પ્રથમ પ્રકારની વર્ટીકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને સોલાર પી.વી.સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. આવી વિવિધ પહેલમાં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ની ટકાઉ અને સંચાલકીય નિપૂૂણતા માટેની પ્રતિબધ્ધતા પ્રદર્શિત થાય છે