NTPC કવાસ સ્ટેશનની આસપાસના મોરા ગામમાં સ્વચ્છતા હી સેવા અભિયાન નિમિત્તે સ્વચ્છતા અભિયાન

- NTPC કવાસ સ્ટેશનની આસપાસના મોરા ગામમાં સ્વચ્છતા હી સેવા અભિયાન નિમિત્તે સ્વચ્છતા અભિયાન
NTPC કવાસ સ્ટેશન ખાતે 14મી સપ્ટેમ્બરથી 02મી ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે NTPC કવાસ સ્ટેશનની આસપાસના ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા હી સેવા અભિયાન નિમિત્તે એનટીપીસી કવાસના એડિશનલ જનરલ મેનેજર (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) શ્રી સંજય મિત્તલ, એડિશનલ જનરલ મેનેજર (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) મો. ઇસ્તિયાક, અધિક જનરલ મેનેજર (માનવ સંસાધન) શ્રી સંજીત મિંજ, તમામ વિભાગના વડાઓ, વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતિ મહિલા મંડળના તમામ સભ્યો અને અધિકારીઓ, મોરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, શ્રી નિમેષભાઈ ટેલર, મોરા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અને બાળકોએ ભાગ લીધો આ પ્રસંગે ગામની બજારો અને રસ્તાઓની આસપાસ સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી.