અમદાવાદમાં આયોજીત થશે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦

અમદાવાદમાં આયોજીત થશે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦
૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં થશે. ભારતમાં પણ આપણા રાજ્યનાં અમદાવાદ શહેરમાં થશે. ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરવા માટેની ભલામણ કમિટી દ્વારા કરવામાં આવી છે. એક ઐતિહાસિક નિર્ણયમાં, કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટીવ બોર્ડે અમદાવાદ શહેરને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની ભલામણ કરી છે.
આ દરખાસ્ત હવે કોમનવેલ્થ ગેમ્સના સંપૂર્ણ સભ્યપદ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે, અને અંતિમ નિર્ણય ૨૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. જા આવું થાય, તો ભારતમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ઇવેન્ટ ૨૦૧૦ માં ભારતની રાજધાની દિલ્હીમાં આયોજીત થઇ હતી અને તેમાં સુરેશ કલમાડીનું કૌભાંડમાં નામ આવ્યું હતું.
અમદાવાદને યજમાની માટેનાં રાઇટ્સ આપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. સમિતિએ ટેકનિકલ ક્ષમતાઓ, રમતવીરોનો અનુભવ, માળખાગત સુવિધા, શાસન અને કોમનવેલ્થ ગેમ્સના મૂલ્યો સહિતની બાબતોનાં અનેક માપદંડોના આધારે ઉમેદવારો અને શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. જા કે, નાઇજીરીયાની રાજધાની અબુજા પણ આ ઇવેન્ટનું આયોજન કરવાની દોડમાં છે. અમદાવાદ અને અબુજા બંનેએ ખુબ જ આકર્ષક અને મહત્વકાંક્ષી પ્રોજેક્શન કર્યું છે. હવે કમિટી આ બાબતે ૨૬ મી તારીખે નિર્ણય કરશે.
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માં તેની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવવા પણ જઇ રહ્યું છે. પહેલી ઇવેન્ટ ૧૯૩૦ માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી. દરમિયાન, ગ્લાસગો ૨૦૨૬ ની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. અમદાવાદનું આયોજન ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ પણ સાબિત થઇ શકે છે. ખાસ કરીને ગુજરાતે પોતાનાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે ખુબ જ આક્રમક રણનીતિ અંતર્ગત કામ કર્યું છે. કોમનવેલ્થમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે, ભારતનો રમતગમતનો ઇતિહાસ અને કોમનવેલ્થ ગેમ્સમાં સફળતાનો મજબૂત રેકોર્ડ ધરાવે છે. બ‹મગહામ ૨૦૨૨ માં, ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર રહ્યું હતું.