સ્પોર્ટ્સ

ઓલ એજ ગ્રુપ નેશનલ જીમ્નાસ્ટીક ચેમ્પિયનશિપ વિથ ઓલ ડિસિપ્લીન સ્પર્ધાની પૂર્ણાહુતિઃ

ઓલ એજ ગ્રુપ નેશનલ જીમ્નાસ્ટીક ચેમ્પિયનશિપ વિથ ઓલ ડિસિપ્લીન સ્પર્ધાની પૂર્ણાહુતિઃ
નેશનલ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં સમગ્ર ભારતના ૩૨ રાજયોના ૧૫૫૦ ખેલાડીઓએ આઠ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો
રમતગમત અને યુવા, સાંસ્કૃતિક રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહીને નેશનલ જિમ્નાસ્ટિક સ્પર્ધાના વિજેતાઓને મેડલ આપી સન્માનિત કર્યાઃ
ગુજરાત રાજ્યમાં વર્ષ-૨૦૩૬માં યોજાનાર “ઓલિમ્પિક ગેમ્સ” ના આયોજનના ભાગ રૂપે દેશમાં સૌપ્રથમવાર સુરતમાં જીમ્નાસ્ટીક રમતની આઠ જેટલી નૅશનલ સ્પર્ધાનું આયોજન સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડીયમ ખાતે “સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત”, “સુરત મહાનગર પાલિકા” તથા ગુજરાત જીમ્નાસ્ટીસ એસોશિએશન સંયુક્ત ઉપક્રમે તા.૨૫/૧૨/૨૦૨૪ થી તા.૪/૧/૨૦૨૫ દરમિયાન યોજાઈ હતી.
પુર્ણાહુતિ પ્રસંગે રમતગમત અને યુવા, સાંસ્કૃતિક રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહીને નેશનલ જિમ્નાસ્ટિક સ્પર્ધાના વિજેતાઓને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ સ્પર્ધામાં આઠ પ્રકારની જીમ્નાસ્ટીક રમતની સ્પર્ધાઓ રમાઈ હતી. ભારતના ૩૨ રાજયોના અંદાજિત ૧૫૫૦ ખેલાડીઓ આશરે ૨૦૦ કોચ,૧૦૦ મેનેજર તેમજ ૧૭૦ જજો સ્પર્ધાને સફળ બનાવી હતી.
આ જીમ્નાસ્ટિક મેળામાં સબ જુનીયર, જુનીયર અને સીનીયર ભાઈઓની આર્ટિસ્ટિક અને બહેનોની રીધમીકની એપરેટર્સ ફાઇનલ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પરિણામો જોઈએ તો બહેનો સબ જુનિયર રીધમીક જીમ્નાસ્ટિક્સમાં
હુપ ઇવેન્ટમાં (૧) પ્રથમ સ્થાને મહારાષ્ટ્રની સમીકા યતીન જોશી, (૨) દ્વિતીય ક્રમે મહારાષ્ટ્રની રિતિકા હિંગાલેનગર (૩) તૃતીય ક્રમે હરિયાણાના સાંઈ પ્રકાશ વિજેતા બન્યા હતા.
*બોલ ઇવેન્ટ*માં (૧) સાઇ પ્રકાશ હરિયાણા -પ્રથમ (૨) અધિતા ચૌધરી- જમ્મુ એન્ડ કાશ્મીર – દ્વિતીય (૩) રીતિકા ઇંગોલ કર મહારાષ્ટ્ર- તૃતીય વિજેતા બન્યા હતા.
ક્લબ્સ ઇવેન્ટ (૧) સાંઈ પ્રકાશ- હરિયાણા-પ્રથમ(૨) સિરત- હરિયાણા – દ્વિતીય (૩) રીતિકા ઈંગોલકર મહારાષ્ટ્ર -તૃતીય
*રીબીન ઇવેન્ટ ઇવેન્ટ*માં (૧) સમીકા યતીન જોશી -મહારાષ્ટ્ર -પ્રથમ (૨) રીતિકા ઇંગોલ કર -મહારાષ્ટ્ર- દ્વિતીય (૩) સાંઈ પ્રકાશ -હરિયાણા- તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા.

*ભાઈઓ અન્ડર ૧૨ ગ્રુપ*માં ફ્લોર એક્સરસાઇઝ : (૧) પ્રિયાંશુનાથ ઠાકોર -વેસ્ટ બંગાળ- પ્રથમ (૨) રુદ્રાસ હલદેલ -વેસ્ટ બંગાળ -દ્વિતીય (૩) અરગયા શ્રીવાસ્તવ -હરિયાણા -તૃતીય
પેરેલલ બાર :(૧) પ્રિયાંશુનાથ ઠાકુર -વેસ્ટ બંગાળ- પ્રથમ (૨) ઓહીકા દાસ-ગોવા -દ્વિતીય (૩) પ્રિયમ મલિક – ઓરિસ્સા- તૃતીય
સ્ટીલ રીંગ :(૧) પ્રિયાંશુ નાથ ઠાકોર -વેસ્ટ બંગાળ- પ્રથમ (૨) ખુશ -ઉત્તર પ્રદેશ-દ્વિતીય (૩) યથાર્થ કેસરવાની- ઉત્તર પ્રદેશ- તૃતીય
પોમેલ હોર્સ(૧) સુભા -વેસ્ટ બંગાળ-પ્રથમ (૨)પ્રિયાંશુનાથ ઠાકોર -વેસ્ટ બંગાળ- દ્વિતીય (૩) ખુશ -ઉત્તર પ્રદેશ -તૃતીય
વોલ્ટીગ ટેબલ (૧) યથાર્થ કેસરવાની- ઉત્તર પ્રદેશ- પ્રથમ (૨) જય નિતીન હાસિલ દાસ મહારાજ – દ્વિતીય(૩) એમ જસવિન- તમિલનાડુ -તૃતીય
હોરીજન્ટલ બાર (૧) યથાર્થવાની ઉત્તર- પ્રદેશ -પ્રથમ(૨) મંથન સિંઘ -દિલ્હી -દ્વિતીય(૩) આરોગ્ય શ્રીવાસ્તવ- હરિયાણા -તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા.
આ અવસરે કૌશિક બીડીવાલા કોમ્પિટિશન ડાયરેક્ટર જીમ્નાસ્ટિક્સ મેલા, ઇન્ડિયન ઓલિમ્પિકના ભૂતપૂર્વ સિનિયર મોસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વીરેન્દ્ર નાણાવટી, ગુજરાત ઓલિમ્પિક એસોસિયેશનના મંત્રીશ્રી ઇન્દ્રવદન નાણાવટી તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button