વોટ ચોર ગદ્દી છોડ મુદ્દે કોંગ્રેસ આક્રમક : સમગ્ર રાજ્યમાં સહી ઝુંબેશ અભિયાન

વોટ ચોર ગદ્દી છોડ મુદ્દે કોંગ્રેસ આક્રમક : સમગ્ર રાજ્યમાં સહી ઝુંબેશ અભિયાન
લોકશાહી બચાવવાના સંવૈધાનિક અધિકાર અંતર્ગત વોટ ચોરીના મુદ્દાને દેશભરમાં લઈ જવાના અભિયાનનો કોંગ્રેસ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજીને ભવિષ્યની યોજનાઓનો રોડમેપ રજુ કર્યો હતો.
અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા શ્રી નૈષધ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા તેમજ સુરત જિલ્લાના પૂર્વ પ્રમુખ મનહર પટેલે રૂપરેખા રજૂ કરી હતી.
લોકશાહી બચાવવા, જનતાના સંવૈધાનિક અધિકારીની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતના નાગરિકો, જાગૃત નાગરિકોને જોડવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ત્રીસે ત્રીસ વોર્ડ તેમજ સુરત જિલ્લામાં આક્રમક સહિ ઝુંબેશ ચલાવવામાં આવશે જેને કારણે પ્રજા સુધી મુદ્દાને અસરકારક રીતે પહોંચી શકાય. છેલ્લાં ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું રાજ નથી પરંતુ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજળું બનાવવાના ઉદ્દેશથી કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એટલે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને સારા પરિણામની આશા છે.
પત્રકાર પરિષદમાં ત્રણેય મહાનુભાવો સિવાય કાસિફ ઉસ્માની, જગદીશ કનાજ, અનુપ રાજપૂત, કિરણ રાયકા તેમજ સંતોષ પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.
3થી 11 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશમાં સ્વંયભુ જનતા જોડાશે
આગામી 3થી 11મી ઓક્ટોબર દરમિયાન સુરત શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકા મથક, વોર્ડ, બુથ તથા મતદાન મથક સુધી સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઝુંબેશમાં સુરત શહેર-જિલ્લાની જનતા સ્વયંભુ જોડાવવા અપીલ કરવામાં આવી છે.