રાજનીતિ
જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’, કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલિભગતમાં પોતાનું ફોર્મ રદ્દ કરાવ્યું હતું. જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.