વ્યાપાર

ક્રૂડ તેલનો વાયદો રૂ.824 લપસ્યોઃ સોનાના વાયદામાં રૂ.2,242 અને ચાંદીના વાયદામાં રૂ.638નો સાપ્તાહિક ધોરણે કડાકો

ક્રૂડ તેલનો વાયદો રૂ.824 લપસ્યોઃ સોનાના વાયદામાં રૂ.2,242 અને ચાંદીના વાયદામાં રૂ.638નો સાપ્તાહિક ધોરણે કડાકો

સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.204232 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1577293 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.143300 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22604 પોઇન્ટના સ્તરેઃ નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાઓમાં નરમાઇનો માહોલઃ કોટન-ખાંડીના વાયદામાં સુધારોઃ સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 20થી 26 જૂનના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1781554.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.204232.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1577293.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22604 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.22072.17 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.143300.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.98847ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.99830 અને નીચામાં રૂ.96422ના સ્તરને સ્પર્શી, રૂ.99329ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2242 ઘટી રૂ.97087ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1780 ઘટી રૂ.78314ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.197 ઘટી સપ્તાહના અંતે રૂ.9825 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2416 ઘટી રૂ.96452ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.99068ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.99931 અને નીચામાં રૂ.96857ના સ્તરને સ્પર્શી, રૂ.99570ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2249 ઘટી રૂ.97321ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.106501ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.107445 અને નીચામાં રૂ.103680ના સ્તરને સ્પર્શી, રૂ.107393ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.638 ઘટી રૂ.106755 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.752 ઘટી રૂ.107750ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.764 ઘટી સપ્તાહના અંતે રૂ.107732ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.14885.39 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.11.75 વધી રૂ.896 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ.6.3 વધી સપ્તાહના અંતે રૂ.260ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.1.3 વધી રૂ.248.15ના ભાવે બોલાયો હતો. સીસું જુલાઈ વાયદો 50 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.180.55 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.44755.27 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.6380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6550 અને નીચામાં રૂ.5512ના સ્તરને સ્પર્શી, રૂ.6449ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.824 ઘટી રૂ.5625ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.820 ઘટી રૂ.5628 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.59.7 ઘટી સપ્તાહના અંતે રૂ.300.9ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે રૂ.59.6 ઘટી રૂ.300.9 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.933ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.8.4 ઘટી રૂ.923.6ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.40 વધી સપ્તાહના અંતે રૂ.53040ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.95632.82 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.47667.29 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9986.59 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1896.23 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.274.79 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2727.77 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.17790.46 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.26964.82 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.10.84 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.96 કરોડનાં કામ થયાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button