એમસીએક્સ પર ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદામાં નરમાઈનો માહોલઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
એમસીએક્સ પર ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદામાં નરમાઈનો માહોલઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
સોનાના વાયદાના ભાવમાં રૂ.149 અને ચાંદીમાં રૂ.220ની વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.8566.81 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56380.43 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4778.19 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18840 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64947.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8566.81 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56380.43 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18840 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.870.49 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4778.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76676ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76842 અને નીચામાં રૂ.76552ના મથાળે અથડાઈ, રૂ.76476ના આગલા બંધ સામે રૂ.149 વધી રૂ.76625ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.93 વધી રૂ.61709ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.7669ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.122 વધી રૂ.76195ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.92690ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93275 અને નીચામાં રૂ.92644ના સ્તરને સ્પર્શી, રૂ.92424ના આગલા બંધ સામે રૂ.220 વધી રૂ.92644ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.192 વધી રૂ.92617ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.186 વધી રૂ.92605ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1716.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.5.1 વધી રૂ.825.3ના ભાવ થયા હતા. જ્યારે જસત ડિસેમ્બર વાયદો રૂ.1.2 ઘટી રૂ.287.75ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.95 ઘટી રૂ.244.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 50 પૈસા ઘટી રૂ.182.1ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2068.86 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5794ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5804 અને નીચામાં રૂ.5737ના મથાળે અથડાઈ, રૂ.5805ના આગલા બંધ સામે રૂ.58 ઘટી રૂ.5747ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.54 ઘટી રૂ.5753ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.2 ઘટી રૂ.256.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.4.4 ઘટી રૂ.256ના ભાવ થયા હતા.