ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડનું મજબૂત ત્રિમાસિક પ્રદર્શન – આવકમાં 41% અને EBIDTAમાં 42% વૃદ્ધિ

ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડનું મજબૂત ત્રિમાસિક પ્રદર્શન – આવકમાં 41% અને EBIDTAમાં 42% વૃદ્ધિ
ગુજરાત, 05 મે, 2025: ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડ (KISL), સમગ્ર ભારતમાં ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ, સ્ટાફિંગ સોલ્યુશન્સ, સિક્યોરિટી સર્વિસીસ, કેટરિંગ અને વેસ્ટ મેનેજમેન્ટમાં વૈવિધ્યસભર સેવા પ્રદાતા 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક અને સંપૂર્ણ વર્ષ માટે તેના ઓડિટેડ નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરતા આનંદ અનુભવે છે.
ના.વ.25ના ચોથા ત્રિમાસિકની વિશેષતાઓઃ
નાણાકીય વર્ષ 25ના ચોથા ત્રિમાસિકમાં કુલ આવક વાર્ષિક ધોરણે 41.4%થી વધીને રૂ.413.10 કરોડ થઈ, જે નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિકમાં રૂ.292.17 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન સેવા ક્ષેત્રે ઘણા નવા કરારોના અમલીકરણથી વૃદ્ધિ જોવા મળી.
નાણાકીય વર્ષ 25ના ચોથા ત્રિમાસિકમાં EBITDA 42.3% વધીને રૂ. 26.75 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિકમાં રૂ.18.80 કરોડ હતો.
નાણાકીય વર્ષ 25ના ચોથા ત્રિમાસિકમાં EBITDA માર્જિન નજીવો સુધરીને 6.48% થયો, જે નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિકમાં 6.44% હતો. સામગ્રી ખર્ચની દ્રષ્ટિએ ખર્ચ કાર્યક્ષમતાએ કુશળ પ્રતિભામાં ઊંચા રોકાણને સરભર કરવામાં મદદ કરી, જેનાથી માર્જિન જાળવી રખાયું.
નાણાકીય વર્ષ 25ના ચોથા ત્રિમાસિકમાં કર બાદનો નફો 7.4% વધીને રૂ. 16.91 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 15.74 કરોડ હતો. નાણાકીય વર્ષ 25ના ચોથા ત્રિમાસિકમાં કર બાદ નફા માર્જિન 4.09% રહ્યું, જે નાણાકીય વર્ષ 24ના ચોથા ત્રિમાસિકમાં 5.39% હતું, જે મુખ્યત્વે અગાઉના ત્રિમાસિકમાં કર જોગવાઈઓને કારણે હતું.
ના.વ.25ની વિશેષતાઓઃ
નાણાકીય વર્ષ 25માં કુલ આવક 18.1% વધીને રૂ.1,212.78 કરોડ થઈ, જે નાણાકીય વર્ષ 24માં રૂ.1.026.85 કરોડ હતી, જે મુખ્યત્વે મજબૂત ઓર્ડર બુકના સતત અમલીકરણને કારણે રહી.
નાણાકીય વર્ષ 24માં રૂ.68.68 કરોડ રૂપિયાની સરખામણીમાં નાણાકીય વર્ષ 25માં EBITDA 13.1% વધીને રૂ.77.71 કરોડ થયો.
નાણાકીય વર્ષ 2025 માટે EBITDA માર્જિન 6.41% રહ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં નજીવી રીતે 28 બીપીએસ ઘટ્યું. વર્ષ દરમિયાન અમારા નવા સાહસોમાં કરવામાં આવેલા રોકાણોની માર્જિન પર અસર પડી.
નાણાકીય વર્ષ 24માં 49.03 કરોડ રૂપિયાની સરખામણીમાં નાણાકીય વર્ષ 25માં કર બાદ નફો 27.1%વધીને રૂ.62.33 કરોડ થયો.
નાણાકીય વર્ષ 2025 માટે, ડિરેક્ટર બોર્ડે 10 રૂપિયાના અંકિત મૂલ્ય ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ.1.50ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે, જે શેરધારકોની મંજૂરીને આધીન છે.
કામગીરી પર ટિપ્પણી કરતા, ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ લિમિટેડના સીઈઓ અને વ્હોલ ટાઇમ ડિરેક્ટર શ્રી સંજય દિઘેએ જણાવ્યું,”કંપનીએ નાણાકીય વર્ષનું સમાપન ખૂબ જ મજબૂતી સાથે કર્યું છે, છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું રહ્યું છે. અમે વૈવિધ્યસભર સેવા પ્રદાતા તરીકે અમારી શક્તિનો લાભ ઉઠાવીને પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી સાથે અમારી ઓર્ડર બુક બનાવવાનું જાળવી રાખ્યું છે.
વીતેલું ત્રિમાસિક અને વર્ષ અમારા માટે ખાસ કરીને મહત્વશીલ રહ્યું છે, જેમાં ઘણા મોટા સીમાચિહ્નો પ્રાપ્ત થયા છે. અમે અમારા વ્યવસાય મોડેલને મજબૂત બનાવવા અને નવા માર્ગો, ખાસ કરીને વેસ્ટ મેનેજમેન્ટ અને ટેકનિક્લ ફેસિલિટી મેનેજમેન્ટમાં વૈવિધ્યીકરણ કરવા માટે અમારી વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. અમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ પાણી શુદ્ધિકરણ કાર્ય માટેના કરારો હાંસલ કર્યા છે, જેનાથી અમને આગામી સમયમાં આ ક્ષેત્રોમાં મોટા પ્રોજેક્ટ્સ માટે જરૂરી પૂર્વ-લાયકાત પ્રાપ્ત થશે.
વધુમાં, અમે ટેકનિક્લ ફેસિલિટી મેનેજમેન્ટમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં ઉચ્ચ કૌશલ્યની જરૂર હોય તેવી વિશિષ્ટ સેવાઓનો સમાવેશ થશે, જે લાંબા ગાળે વધુ નફાકારક રહેવાની અપેક્ષા છે.
આ વર્ષ દરમિયાન અમને મળેલા કોન્ટ્રાક્ટમાં એરપોર્ટ અને મેટ્રો સ્ટેશનથી લઈને હોસ્પિટલો, રિટેલ સંસ્થાઓ અને અન્ય મેન્યૂફેક્ચરિંગ સાઇટ્સ સુધીના વિવિધ સેક્ટરનો સમાવેશ થાય છે. તાજેતરના મેળવેલા કેટલાક કરારમાં તમિલનાડુ મેડિકલ સર્વિસીસ કોર્પ લિમિટેડ તરફથી ફેસિલિટી મેનેજમેન્ટ માટે રૂ.349 કરોડનો કરાર; એસવીસી કો-ઓપ બેંક તરફથી સિક્યોરિટી સર્વિસીસનો કરાર; મુંબઈ મોનોરેલ સ્ટેશન પર માનવશક્તિની તૈનાતી; PGIMER ખાતે રૂ.84 કરોડની સેનિટાઇઝેશન સર્વિસીસ; અને ચંદીગઢ, ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમ સહિતના વિવિધ એરપોર્ટ પર બંડલ સર્વિસીસનો સમાવેશ થાય છે. ચેન્નાઈની ટીપીપીએ સાથેના કરારથી વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને ગંદા પાણીના શુદ્ધિકરણના કાર્યોમાં અમારો પ્રવેશ થયો.