ગુજરાત

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનો તૃતિય સ્નેહમિલન યોજાયું

પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોવા છતાં દર વર્ષે અચૂક મુલાકાતનું આયોજન કરે છે

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનો તૃતિય સ્નેહમિલન યોજાયું

દર વર્ષે અલગ અલગ સ્થળ પર બધા મિત્રો મળીને બાળપણની યાદો તાજી કરે છે

સુરત : તીર્થનગરી પાલીતાણા ખાતે યશોવિજય જૈન ગુરુકુળના 100 વર્ષ પુરા થઈ ગયા છે. તેમાં એક એવું ગ્રૂપ છે કે, આજથી 42 વર્ષ પહેલાં સાથે અભ્યાસ કરતાં મિત્રો હળીમળીને વર્ષમાં એક વખત અલગ અલગ સ્થળ પર મળીને પોતાની બાળપણની અને અભ્યાસ સમયની યાદો તાજી કરવા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરે છે. કોઈપણ નાત જાત રહીત સર્વો મિત્રો સાથે મળીને વર્ષમાં એકવખત અવશ્ય પોતાની અતિ વ્યસ્ત ધંધામાં હોવા છતાં અચૂક હાજરી આપે છે.
સુરત ખાતે તા.19 જુલાઈના રોજ 42 વર્ષ પહેલાં અભ્યાસ કરતાં મિત્રોનું તૃતિય સ્નેહમિલન યોજાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અને મુંબઈમાંથી સ્થાયી થયેલા જૂના મિત્રો આજે સાથે મળીને સુરત ખાતે કામધેનું ગૌ જતન ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બધા મિત્રો એક સાથે વર્ષમાં મળતા હોવાથી પોતાની અંદર એક તાજગીનો અનુભવ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button