ધરમપુર બેડમિંટન એસોસિએશનનો ખેલ મહાકુંભ 2025 માં ઝળહળતો દેખાવ

ધરમપુર બેડમિંટન એસોસિએશનનો ખેલ મહાકુંભ 2025 માં ઝળહળતો દેખાવ
ખેલ મહાકુંભ 2025 માં ધરમપુર બેડમિંટન એસોસિએશન (DBA)ના ખેલાડીઓએ વલસાડ જિલ્લા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય સ્તરે પસંદગી મેળવી છે. DBA ના હેડ કોચ શ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં નોંધપાત્ર સફળતા મેળવી ધરમપુરનું નામ રોશન કર્યું છે.
ગર્લ્સ સિંગલ્સ U-17 કેટેગરીમાં જૈનિ ચિરાગભાઈ પટેલ રનર અપ રહી હતી, જ્યારે ગર્લ્સ સિંગલ્સ U-14 કેટેગરીમાં બ્રિઓના બેજિલ ગામેઠીએ રનર અપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોય્ઝ U-14 સિંગલ્સ કેટેગરીમાં દેવરાજ ગુપ્તાએ પાંચમું સ્થાન મેળવ્યું છે. વયસ્ક કેટેગરીમાં ચિરાગ પટેલે બેડમિંટન સિંગલ્સ 40+ કેટેગરીમાં રનર અપનો ખિતાબ મેળવ્યો છે. ડબલ્સ 40+ કેટેગરીમાં ચિરાગ પટેલ અને DBA પ્રમુખ શ્રી ગૌરવ દેવ સીસોદિયાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ધરમપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે છેલ્લા ચાર વર્ષથી હેડ કોચ શ્રી સુરેશભાઈ પટેલ (નવસારી)ના માર્ગદર્શન હેઠળ DBA પ્રમુખ શ્રી ગૌરવ દેવ સિસોદિયા, ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ, મંત્રી શ્રી ચિરાગભાઈ પટેલ, ધરમપુર જીમખાના પ્રમુખ શ્રી હરેન્દ્રસિંહ રાણા તથા ધરમપુર નગરપાલિકાના સહયોગથી ખેલાડીઓને ગુણવત્તાયુક્ત બેડમિંટન કોચિંગ આપવામાં આવી રહ્યું છે. તેના પરિણામે છેલ્લા બે વર્ષથી ધરમપુરના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે.
ધરમપુર બેડમિંટન એસોસિએશન દ્વારા તમામ વિજેતા અને પસંદગી પામેલા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવાઈ છે.



