એન્ટરટેઇનમેન્ટ

ગુજરાતી ફિલ્મ ઈતિહાસની સૌપ્રથમ એક પાત્ર ધરાવતી ફિલ્મ “ધૂની”

લાલિયો એક રિક્ષા ડ્રાઇવર છે કે જેનું સપનું મોટા લોક ગાયક બનવાનું છે. સંગીત પ્રત્યેનો તેનો પ્રેમ એટલો પ્રબળ છે કે તે તેને એક ખતરનાક પરિસ્થિતિમાં લઈ જાય છે, કે જે તેના જીવન અને તેના પરિવાર બંનેને જોખમમાં મૂકી દે છે.

વાર્તામાં બતાવ્યું છે કે કોઈ વ્યક્તિ તેના પેશન માટે ક્યાં સુધી જઈ શકે છે. લાલિયાનું સંગીત પ્રત્યેનું વળગણ તેને એ ધાર પર ધકેલી દે છે કે જેના કારણે તેને જે ગમે છે તે બધું લાલિયો જોખમમાં મૂકી દે છે.

લાલિયો એની જાતને અને એનાં પરિવારને બચાવવાનો રસ્તો શોધે છે.

શું તે તેનું અને તેના પરિવારનું રક્ષણ કરી શકશે? કે પછી તેનું સંગીત પ્રત્યેનું વળગણ તેના પતન તરફ દોરી જશે?

આ ફિલ્મના દિગ્દર્શક તરીકે વિજય લિંબાચીયા, નિર્માતા- જોન્ટી લિમ્બાચીયા, લેખક- સંજય પ્રજાપતિ

મુખ્ય અભિનેતા- સંજય પ્રજાપતિ, સંગીત- ભરત રામી અને રોહિત ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે તેમજ ગીત- સંજય પ્રજાપતિ, ગાયક- ભરત રામી, સંપાદક- ઘનશ્યામ તળાવિયા, ડીઓપી- રવિ રાણા જોડયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button