વડોદરા જિલ્લા ભાજપામાં સંગઠન રચના ન થતાં કાર્યકરોમાં અસંતોષ

વડોદરા જિલ્લા ભાજપામાં સંગઠન રચના ન થતાં કાર્યકરોમાં અસંતોષ
હસમુખ પટેલ સાધલી
વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ ની નિમણૂક તારીખ 29 એપ્રિલ 2025 માં થયા પછી આજ દિન સુધી જિલ્લાના નવા સંગઠનની નિમણૂક ના થતો સક્રિય કાર્યકરોમાં છૂપો રોષ વ્યાપેલ છે,અને જિલ્લા પ્રમુખ મીંડા વગરના એકડા બનેલા છે.
વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની નિમણૂક તારીખ 29 એપ્રિલ 2025 ના રોજ જિલ્લા કમલમ કાર્યાલય ઉપર કરવામાં આવી હતી, તેને આજે આઠ મહિના અને 15 દિવસ થયા હોવા છતાં સંગઠનના અન્ય નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ ના હોવાથી જૂના અને સક્રિય કાર્યકરોમાં છૂપો રોષ વ્યાપેલ છે. વર્ષો અગાઉ શિસ્ત માટે ભારતીય જનતા પાર્ટી અગ્રેસર ગણાતી હતી. પરંતુ સતત સત્તાઓ મળવાના કારણે પાર્ટીમાં અશિસ્તના દર્શન થવા માંળ્યા અને કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને તાલુકા સંગઠનના પ્રમુખોની રચનામાં પણ મુદત પત્યા પછી પણ મહિલાઓ પસાર થવા લાગ્યા. વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની દશા નવા સંગઠનની રચના થઈ ના હોવાના કારણે હાલ મીંડા વગરના એકડા સમાન બનેલ છે. સંગઠન ઉપરાંત વિવિધ મોરચા, વિવિધ સેલો, તથા અન્ય કમિટીઓની પણ રચના ના થયી હોવાના કારણે જુના- નવા અને સક્રિય કાર્યકરોમાં છુપો અસંતોષ દેખાઈ રહ્યો છે, અને સહકારી માળખામાં મેન્ડેડની અવગણના થતાં તે અસંતોષ બહાર આવેલ છે. આગામી તાલુકા પંચાયત – જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા જો સંગઠનની રચના નહીં થાય તો ભાજપા સામે ભાજપા ના ઉમેદવારો હશે એ નક્કી છે, અને એકંદરે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે, એમ હાલમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તાલુકા મંડળમાં પણ આ જ પરિસ્થિતિ છે અને કોઈ મોરચા કે સેલો કે કમિટીઓની નિમણૂક થઈ નથી. એ કડવી હકીકત છે. કરજણ -શિનોર- પોર વિધાનસભામાં હાલમાં કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા અને વર્ષો જૂના ભાજપા ના કાર્યકરોમાં ભેદભાવ આંખે ઉડીને વળગે તેવો છે ,અને તેનો અસંતોષ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડશે, એમ સ્પષ્ટ માલુમ પડે છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વહેલામાં વહેલી તકે નવા સંગઠન , મોરચા તથા સેલો અને કમિટીની રચના કરે અને કાર્યકરોનો જુસ્સો વધારે એવી કાર્યકરોની માંગ છે.



