‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત પાલ આરટીઓ ખાતે ‘આઇ ચેકઅપ, હેલ્થ ચેક અપ તથા બ્લડ ડોનેશન કેમ્પ’

‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત પાલ આરટીઓ ખાતે ‘આઇ ચેકઅપ, હેલ્થ ચેક અપ તથા બ્લડ ડોનેશન કેમ્પ’
‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ-૨૦૨૫’ અંતર્ગત પાલ આરટીઓ ખાતે વિવિધ સંસ્થાના સહયોગથી વાહન ચાલકો, ડ્રાઇવરો તથા આરટીઓ કચેરીનાં કર્મચારીઓ માટે ‘આઇ ચેકઅપ, હેલ્થ ચેક તથા બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો હતો.
રોડ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા શુભ આશયથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, અડાજણના રોનક ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા આયોજિત આઈ ચેકઅપ કેમ્પમાં ચાલકોને દૂરના નંબરો, નજીકના નંબર, ચશ્માનાં નંબર ઉતારવા, મોતિયાબિન્દ, આંખના પડદાનાં રોગ, આંખનો સોજો, ઝામરની સારવાર, ચશ્માની જરૂરિયાત માટે ચશ્મા અપાયા હતા. તેમજ વિઝન થેરાપી આપી આંખોની કાળજી માટે સમજૂતી અપાઈ હતી.જ્યારે રેડ ક્રોસ સોસાયટીના ડો.પ્રફુલ શિરોયાના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૫ બોટલ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. સૌને ટ્રાફિક નિયમો અંગે જાગૃત પણ કરાયા હતા.
-૦૦-