નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૫ બાળકોને બ્લેન્કેટ અને બિસ્કિટનું વિતરણ
નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૫ બાળકોને બ્લેન્કેટ અને બિસ્કિટનું વિતરણ
VNSGUના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાનો જન્મદિવસ સિવિલમાં દાખલ બાળદર્દીઓ સાથે ઉજવ્યો
મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસથી શ્રેષ્ઠ તબીબો બને એ જ મારૂ લક્ષ્ય છેઃ ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ
નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૫ બાળકોને બ્લેન્કેટ અને બિસ્કિટનું વિતરણ કરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અને ભરત કેન્સર હોસ્પિટલના ચેરમેન મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાના જન્મદિનની સેવાસભર ઉજવણી કરી હતી.
આ પ્રસંગે શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નાનપણથી જ વડીલો પાસેથી દાનનો મહિમા વિષે જાણ્યું છે. જેથી દર વર્ષે જન્મદિને અચૂક દાન કરવાનો પ્રયાસ કરૂ છું. નાનપણથી જ બાળકો પ્રત્યે અતૂટ પ્રેમ, લાગણી, માયા બંધાઈ છે, જેથી જન્મદિવસે સિવિલમાં બાળવિભાગમાં દાખલ બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવાનો વિચાર આવ્યો. મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસથી શ્રેષ્ઠ તબીબો બને એ જ મારૂ લક્ષ્ય છે.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી વીર નર્મદ યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાનો જન્મદિવસ સિવિલના દર્દીઓ સાથે ઉજવે છે, ત્યારે આ વર્ષે પણ ૧૨૫ બાળદર્દીઓને બ્લેન્કેટ અને બિસ્કિટની ભેટ મળતા બાળકોના મુખ પર અનેરૂ સ્મિત રેલાયું છે. બાળકો પોતાનું દર્દ ભૂલી આનંદિત થયા છે. છેલ્લા ઘણા વર્ષથી સત્ય સેવા સાંઇ હોસ્પિટલમાં સેવા આપી ડો.મહેન્દ્રસિંહ ૧૮ હજારથી વધુ દર્દીઓને મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન કર્યા છે. ઉપરાંત, સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન રૂરલ એરિયામાં મોતિયાના એનેક કેમ્પ કરી જરૂરીયાતમંદ દર્દીઓને નિ:સ્વાર્થભાવથી મદદરૂપ થયા હતા.
આ પ્રસંગે સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ પરેશ પટેલ, નર્મદ યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.કશ્યપ ખરચિયા, મેડિસીન વિભાગના વડા ડો.કે.એન.ભટ્ટ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના વિભોર ચુગ, જગદીશ બુહા, સંજય પરમાર, બિપીન મેકવાન સહિત નવી સિવિલના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.