શિક્ષા
ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં કિરીટભાઈ ડાહ્યાભાઇ પટેલ તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Surat Olpad: શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમમાં કિરીટભાઈ પટેલ તરફથી મળેલ બાળોપયોગી દફતર, નોટબુક, બોલપેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જેવી વસ્તુઓની કીટ શાળાનાં તમામ બાળકોને વિતરીત કરવામાં આવી હતી. આ તકે બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. આ પ્રસંગે કિરીટભાઈએ સૌ બાળકોને શૈક્ષણિક પ્રગતિ માટે આશીર્વચન પાઠવ્યા હતાં. શાળાનાં આચાર્યા શ્રીમતી જ્યોતિબેન પટેલે કિરીટભાઈની સખાવતને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.