ભેખડા આયુષ્યમાન આરોગ્ય મંદિરે ફ્રીજ, સ્ટ્રેચર અને વ્હીલચેરનું દાન

ભેખડા આયુષ્યમાન આરોગ્ય મંદિરે ફ્રીજ, સ્ટ્રેચર અને વ્હીલચેરનું દાન
અમેરિકા સ્થાયી ભેખડાવાસી પિતા–પુત્રે આયુષ્યમાન આરોગ્ય મંદિરે આરોગ્ય સાધનોનું દાન
આજરોજ તારીખ 17 ડિસેમ્બર 2025ના રોજ શિનોર તાલુકાના ભેખડા ગામ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિરે મહત્વપૂર્ણ આરોગ્ય સાધનોનું દાન પ્રાપ્ત થયું છે. ભેખડા ગામના વતની તથા હાલ અમેરિકા સ્થાયી દાતા પટેલ જશુભાઈ લલ્લુભાઈ અને તેમના પુત્ર પટેલ આકાશભાઈ દ્વારા ડોમેસ્ટિક ફ્રીઝ, સ્ટ્રેચર તથા વ્હીલચેર દાનમાં આપવામાં આવ્યા છે.
સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબામાં આવેલા ભેખડા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ચાલી રહેલા સેવાકીય કાર્યો, દર્દીઓને મળતી સુવિધાઓ તથા આરોગ્ય સ્ટાફની કાર્યક્ષમતા થી પ્રભાવિત થઈને, દર્દીઓના હિત અને ઉપયોગ માટે આ સાધનો દાનરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.
આ દાન બદલ ભેખડા આયુષ્યમાન આરોગ્ય મંદિર તરફથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ એચ. રાવલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા ગામના ભામાશા જશુભાઈ અને આકાશ પટેલ (પિતા–પુત્ર) પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.



