અમરોલી વિસ્તારની શાળા ક્રમાંક 232ના શિક્ષક ડો. પૂરનભાઈ ગોંડલીયા ની મનુભાઈ પંચોલી એવોર્ડ માટે પસંદગી..

અમરોલી વિસ્તારની શાળા ક્રમાંક 232ના શિક્ષક ડો. પૂરનભાઈ ગોંડલીયા ની મનુભાઈ પંચોલી એવોર્ડ માટે પસંદગી..
ગુજરાતના શિક્ષણજગતને ગૌરવ અપાવતો એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ સુરત ખાતે સફળતાપૂર્વક યોજાયો. ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો આ વિશિષ્ટ કાર્યક્રમ શિક્ષણપ્રેમી સમાજ માટે સ્મરણિય બની રહ્યો.
આ કાર્યક્રમના પ્રેરક અને સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી રાઘવજીભાઈ ડાભી તથા ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ, ઉત્કર્ષક ટીમે આયોજનને ઉત્કૃષ્ટ રીતે આકાર આપ્યો. શિક્ષણક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા શિક્ષકોને જાહેર મંચ પર સન્માનિત કરી તેમનો આત્મવિશ્વાસ અને પ્રેરણા બળવત્તર કરવાનો ઉદ્દેશ આ કાર્યક્રમનો મુખ્ય આધાર રહ્યો.
કાર્યક્રમની શોભા વધારવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં શિક્ષકોને સમાજના ઘડવૈયા તરીકે બિરદાવ્યા અને જણાવ્યું કે “શિક્ષકનું કાર્ય માત્ર પાઠ્યક્રમ પૂરતું નથી, પરંતુ સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણની પાયારચના શિક્ષક દ્વારા જ થાય છે.”
સુરત શહેરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સુરત સહિત વિવિધ વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને તેમના યોગદાનને ખુલ્લેઆમ બિરદાવ્યું.જેમાં પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્રમાંક 232 ગણેશપુરા અમરોલી ના શિક્ષક ની પસંદગી થઇ હતી..વર્ષ દરમ્યાન ખુબજ સરસ કાર્ય કરી બાળકો ને જીવન ઉપયોગી શિક્ષણ આપનાર શિક્ષક શ્રી પૂરણભાઈ ગોંડલીયા ને ખુબ ખુબ અભિનંદન…



