સાત ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતી ટાંકી થઈ અચાનક ધરાશાયી

સાત ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતી ટાંકી થઈ અચાનક ધરાશાયી
અમરેલી,
અમરેલી ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક નાગેશ્રી રોડ કાંઠે આવેલ પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી જા કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
૭ ગામડા માટે ૧૦ લાખ લીટર પીવાના પાણીની જર્જરિત ટાંકી અચાનક પડી ભારે ભીડ ત્યાં ઉમટી પડી હતી. લાખો લીટર પાણીનો વેડફાટ થતા ખાંભા નાગેશ્રી હાઇવે બંધ કરવા પડ્યો હતો.
મીડિયા સુત્રો થકી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ પાણીની ટાંકી લગભગ ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. જેનાથી આસપાસના ૭ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. ટાંકી ધારાશાયી થતાં લાખો લિટર પાણીનો વ્યય થયો હતો અને ખાંભા-નાગેશ્રી હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પાણીના પ્રવાહને કારણે માર્ગ પરનું બાંધકામ પણ તૂટી પડ્યું હતું.