વહીવટી બેજવાબદારી! સાધલી આરોગ્ય કેન્દ્રનું રૂપિયા 25 હજારથી વધુનું લાઈટ બિલ પાંચ મહિના બાદ ભરાયું

વહીવટી બેજવાબદારી!
સાધલી આરોગ્ય કેન્દ્રનું રૂપિયા 25 હજારથી વધુનું લાઈટ બિલ પાંચ મહિના બાદ ભરાયું
હસમુખ પટેલ સાધલી
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લાઈટ બિલ છેલ્લા પાંચ માસથી ભરવામાં આવેલ નહોતું, જેથી લાઈટ કનેક્શન કાપવાનો વારો આવતા પી.એચ.સી.દ્વારા બીલ ભરવામાં આવ્યું.
શિનોર તાલુકાના સાધલી મુકામે જિલ્લા પંચાયત વડોદરા ના તાબાનું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ આવેલ છે. હાલમાં બે મેડિકલ ઓફિસર, એક એમ.બી.બી.એસ. અને એક આયુષ ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે. પરંતુ વહીવટમાં ગમે તે કારણોસર વિલંબ થતાં વિજ કંપની નું લાઈટ બિલ અંદાજે રૂપિયા 25000 ઉપરાંત છેલ્લા પાંચ મહિનાથી બાકી હોવાથી વીજ કર્મચારી દ્વારા લાઈટનું કનેક્શન કાપવા જતાં દવાખાનામાં સોંપો પડી ગયો હતો અને કર્મચારી પાસે મુદત માગવામાં આવી હતી , સરકારી દવાખાનું હોવાના કારણે કર્મચારીએ સમય આપ્યો,પરંતુ સાંજ પડી ગઈ હોય બિલ ભરાયું નહોતું , પરંતુ આજે આ લખાય છે ત્યારે ઓનલાઇન લાઈટ બિલ ભરાયું હોવાની જાણ થયેલ છે. જો લાઈટ કનેક્શન કપાયું હોત તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આબરૂનું લીલામ થાત, સોલાર પેનલ હોવા છતાં પણ જિલ્લા પંચાયતના સત્તાધીશો તથા અધિકારીઓ પાંચ માસ માસ સુધી રૂપિયા 25000 ઉપરાંતનું બિલ કેમ ન ભરાયું, તેની તપાસ કરશે ખરા?????



