મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અઠવાલાઈન્સ સ્થિત જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે નિર્માણ થનાર પોલીસ કમિશ્નર કચેરી-૨નું ઈ-ખાતમુહૂર્ત કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અઠવાલાઈન્સ સ્થિત જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે નિર્માણ થનાર પોલીસ કમિશ્નર કચેરી-૨નું ઈ-ખાતમુહૂર્ત કરાયું
રૂ. ૩૮ કરોડના ખર્ચે સાકારિત થનાર બેઝમેન્ટ, પાર્કિંગ સહિત ૧૨ માળની પોલીસ કમિશ્નર કચેરી-૨ના અત્યાધુનિક સુવિધાથી સજ્જ ભવન નિર્માણ થશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તથા ભારતના શાસનના ૨૩ વર્ષ પુર્ણ થવાના અવસરે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજયના કરોડો વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં સુરત શહેર અઠવાલાઈન્સ સ્થિત જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂા.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર પોલીસ કમિશ્નર કચેરી-૨નું સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની પ્રેરક ઉપસ્થિતિમાં ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. પોલીસ કમિશ્નર કચેરી-૨ની બિલ્ડીંગમાં બેઝમેન્ટ, પાર્કિંગ સહિત ૧૨ માળ અત્યાધુનિક સુવિધાથી સજ્જ ભવનનું નિર્માણ થશે.
આ પ્રસંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સર્વશ્રી વાબાંગ ઝમીર, એચ.આર.ચૌધરી, કે.એન. ડામોર, વિજયસિંહ ગુર્જર, હેતલ પટેલ સહિત ડી.સી.પી., એ.સી.પી.ઓ અને પોલીસકર્મીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.