ગુજરાત

રાજકીય આગમાં શેકાતા રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યોઃબપોરના સમયે ધરતી ધ્રુજી ઉઠી

રાજકીય આગમાં શેકાતા રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યોઃબપોરના સમયે ધરતી ધ્રુજી ઉઠી

ભારતમાં ભૂકંપના પાંચ ઝોન છે અને એમાં સૌથી ખતરનાક પાંચમા ઝોનમાં ગુજરાતનું કચ્છ આવે છે. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. એમાં પણ 18 એપ્રિલે ગુરુવારે આવેલો આંચકો 3.7ની તીવ્રતાનો હતો. જ્યારે આજે શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ધરતી ધ્રૂજી હતી. આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ છે. શાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રાજકોટની ભાગોળે આવેલા શાપર નજીક ભૂકંપના આંચકો અનુભવાયો છે.

શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી.

બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે.

સિસ્મોલોજી • કચેરીની વેબસાઇટમાં આપેલા ડેટા મુજબ લાલ ટપકું દેખાય છે એ શાપર નજીકના આંચકાનું કેન્દ્રબિંદુ છે.

ભીષણ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે કચ્છના પેટાળમાં પણ ઉષ્માનો વધારો થતો હોય એમ અઠવાડિયામાં ત્રણ વખત લઘુતમ સ્તરના આંચકાથી જિલ્લાની ધરા કંપી ઊઠી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું હતું. ગુરુવારે બપોરે 1.36 મિનિટે દુર્ગમ ખાવડાથી 30 કિમિ દૂર ભારત-પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સતત આવતા રહેતા આંચકાના પગલે લોકોમાં ભૂકંપનો ભય પણ યથાવત્ છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી ૧૬ કિ.મી. દૂર નોંધાયું ગત અઠવાડિયામાં કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button