વ્યાપાર

ઇલેક્રામા 2025એ પાવર ઇક્વિપમેન્ટના વૈશ્વિક નિકાસકાર બનવાના પ્રયાસને સમર્થન આપ્યું

  • ઇન્ડસ્ટ્રીના 120+ અગ્રણીઓઊર્જા રૂપાંતરણ, એઆઈ દ્વારા પાવર મેનેજમેન્ટ અને સ્માર્ટ ગ્રિડ પર ચર્ચા કરવા માટે આયોજિત સીઇઓ રાઉન્ડટેબલમાં એકઠાં થયાં.
  • ભારત સરકારના ઊર્જા સચિવ શ્રી પંકજ અગ્રવાલે સ્વચ્છ ઊર્જા, ગ્રિડના આધુનિકીકરણ અને ઘરેલું ઉત્પાદન પ્રત્યેની સરકારની કટિબદ્ધતાની પુષ્ટી કરી.
  • એનટીપીસીના સીએમડી શ્રી ગુરદીપસિંહેવર્ષ 2030 સુધીમાં ભારતની 500 ગીગાવૉટની બિન-અશ્મિભૂત ઇંધણની ક્ષમતાને વધારવામાં એનટીપીસીની નેતૃત્વની ભૂમિકાની પુષ્ટી કરી.
  • પાવર સેશનમાં હાજર રહેલી સ્ત્રીઓએ જાતિ-સમાવેશી નીતિઓ, આર્થિક સશક્તિકરણ તથા STEM અને ગ્રીન ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની વધતી જઈ રહેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.
  • આ સાથે જ વર્લ્ડ યુટિલિટી સમિટ (ડબ્લ્યુયુએસ) પણ લૉન્ચ કરવામાં આવી હતી, જેણે ઊર્જા રૂપાંતરણ, એઆઈ પર આધારિત ઉકેલો અને ભવિષ્ય માટે સજ્જ યુટિલિટીઓમાં વૈશ્વિક સહભાગીદારી માટે એક મંચ તૈયાર કર્યું હતું.

 ગ્રેટર નોઇડા (ઉત્તર પ્રદેશ) [ભારત], 23 ફેબ્રુઆરી, 2025:વ્યૂહાત્મક ચર્ચા-વિચારણા, નીતિગત બાબતો પર ઊંડી સૂઝ અને ઇન્ડસ્ટ્રીમાં સહયોગ સાધવાને કેન્દ્રમાં રાખનાર ઇલેક્રામા 2025 નિરંતરપણે ભારતના પાવર અને ઊર્જા ક્ષેત્રના ભવિષ્યને ઘડનારું પાવરહાઉસ બની રહ્યું છે.

પ્રથમ દિવસે યોજાયેલ સીઇઓ રાઉન્ડટેબલમાં ઉદ્યોગજગતના 120+અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ અને વૈશ્વિક નિષ્ણાતોએ હાજર રહીને એક ડાયનેમિક ઉદાહરણ રજૂ કર્યું હતું, જેમણે ઊર્જા રૂપાંતરણ, સ્માર્ટ ગ્રિડ, ક્લીન મોબિલિટી અને એઆઈથી સંચાલિત પાવર મેનેજમેન્ટ જેવા ગંભીરવિષયો પર ચર્ચા-વિચારણા કરી હતી.આ ચર્ચામાં પોતાના ઊર્જા આંતરમાળખાંને સુદ્રઢ બનાવવા, નવીનીકરણને પ્રોત્સાહન આપવા તથા ઇન્ડસ્ટ્રી અને સરકાર વચ્ચે વ્યૂહાત્મક સહભાગીદારી મારફતે પોતાની નેટ-ઝીરોની મહત્વકાંક્ષાને હાંસલ કરવા માટેની ભારતની કટિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આ જ ઉત્સાહને પ્રોત્સાહન આપતાં ઇલેક્રામા 2025ના બીજા દિવસે કેન્દ્રીય ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી પંકજ અગ્રવાલ અને એનટીપીસીના સીએમડી શ્રી ગુરદીપ સિંહ ઉપસ્થિત રહ્યાં હતા, જેમણે ભારતના ઊર્જા રૂપાંતરણને વેગ આપવા માટેની સરકારની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.

ભારત સરકારના ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી પંકજ અગ્રવાલેસીઇઓ રાઉન્ડટેબલમાં ભાગ લેવાની સાથે-સાથે ઇલેક્રામા 2025માં ઉચ્ચ-સ્તરીય ચર્ચાઓમાં પણ ભાગ લીધો, જેમાં તેમણે સ્થિતિસ્થાપક, ટેકનોલોજીની મદદથી સંચાલિત થતાં અને સસ્ટેનેબલ ઊર્જા ક્ષેત્ર માટેના સરકારના વિઝન અંગેની ઊંડી જાણકારી પૂરી પાડી હતી.ભારતના વિકસી રહેલા ઊર્જા પરિદ્રશ્ય અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારત પાવર ઇક્વિપમેન્ટના મુખ્ય નિકાસકાર બનવાના માર્ગ પર અગ્રેસર છે, વૈશ્વિક પ્લેયરો પણ અમારી ઘરેલું ઉત્પાદન ક્ષમતાઓમાં ઊંડો રસ દાખવી રહ્યાં છે. સરકાર આ ઉદ્યોગને સમર્થન પૂરું પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે – પછી તે નીતિગત માળખાં મારફતે હોય કે કાચી સામગ્રીની સુલભતા હોય કે ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. ઇલેક્રામા 2025 જેવા પ્લેટફૉર્મ ઉદ્યોગના અગ્રણીઓને રાષ્ટ્રીય લક્ષ્યોની સાથે સુસંગત થવા તથા પાવર અને ઊર્જા ક્ષેત્રમાં નવીનીકરણને આગળ વધારવા માટેનો પર્ફેક્ટ માહોલ પૂરો પાડે છે.

સરકાર દ્વારા ઘરેલું ઉત્પાદન અને સ્વચ્છ ઊર્જાની નિકાસને આપવામાં આવતાં પ્રોત્સાહનને આગળ વધારતાં એનટીપીસીના સીએમડી શ્રી ગુરદીપસિંહે ઊર્જાની કાર્યક્ષમતાને વધારવા, પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાનો વ્યાપ વધારવા અને એઆઈથી સંચાલિત થતાં પાવર મેનેજમેન્ટ ઉકેલોનું એકીકરણ કરવા માટેની એનટીપીસીની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇલેક્રામા 2025 એ ભારતના ઝડપથી વિકસી રહેલા ઊર્જા ક્ષેત્રનો પુરાવો છે. પ્રદર્શનમાં મૂકવામાં આવેલા નવીન ઉત્પાદનો અને મશીનરીની વ્યાપક શ્રેણી મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતા પર પ્રકાશ પાડે છે. મજબૂત ઉત્પાદન ઇકોસિસ્ટમ અને વધતી જઈ રહેલી વૈશ્વિક સહભાગિતાની સાથે ભારત તેની ઘરેલું ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે તો સારી સ્થિતિમાં જ છે જ પરંતુ તેની સાથે-સાથે તે ઉચ્ચ ગુણવત્તાના પાવર ઇક્વિપમેન્ટના મુખ્ય નિકાસકાર તરીકે પણ ઉભરી આવ્યો છે. એનટીપીસી થર્મલ કાર્યક્ષમતાને ઑપ્ટિમાઇઝ કરીને, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાને વિસ્તારીને અને અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ઉઠાવીને આ રૂપાંતરણને આગળ વધારવા માટે કટિબદ્ધ છે.

આ દિવસના રોજ વિમેન ઇન પાવર સેશન યોજીને ઊર્જા ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓની વધતી જઈ રહેલી ભૂમિકાને પણ બિરદાવામાં આવી હતી. આ સેશનમાં પૉલિસી લીડરો, ઉદ્યોગજગતના નિષ્ણાતો અને ચેન્જમેકરોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આ સેશનમાં ખ્યાતનામ વક્તાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં, જેમકે,ઇન્ટેન્ટના સ્થાપક સીઇઓ સુશ્રી મહુઆ આચાર્ય, કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના નાયબ સચિવ સુશ્રી રુચિકા દ્રાલ, લીગ્રાન્ડના એવીપી અને ઇન્ટરનેશનલ માર્કેટિંગના હેડ સુશ્રી પૂનમ પાંડે; બબ્બુરી શિરિશા આઇએલએમ / એમઆરટી / મેદચલ, સધર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન ઑફ તેલંગણા લિ. અને વિમેન ઇન પાવરના ચેરપર્સન આર્યા સત્યનારાયણ.

 આ સંમેલનના પ્રસ્તાવને સમર્થન પૂરું પાડતાં ભારત સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના નાયબ સચિવ સુશ્રી રુચિકા દ્રાલે જણાવ્યું હતું કે, જાતિ પ્રત્યે સંવેદનશીલ નીતિઓ અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રીત વિવિધ પહેલ સ્ત્રીઓનું તો સશક્તિકરણ કરી જ રહી છે પરંતુ સમાવેશી આર્થિક વિકાસને પણ આગળ વધારી રહી છે. નાણાકીય સમાવેશનથી માંડીને STEMમાં સહભાગિતા અને ગ્રીન આંત્રપ્રેન્યોરશિપ સુધી આ પ્રયાસો સ્થાયી આજીવિકા સર્જી રહ્યાં છે અને ઉદ્યોગજગતનું ફરીથી ઘડતર કરી રહ્યાં છે. IEEMAના ઇલેક્રામા જેવા પ્લેટફૉર્મ્સ નવીનીકરણને પ્રદર્શિત કરવામાં, ઉદ્યોગોની વચ્ચે સહયોગ સાધવાને પ્રોત્સાહન આપવામાં તથા ઊર્જા અને ઇલેક્ટ્રિકલ સેક્ટરમાં પ્રગતિ સાધવા માટે મહિલાઓને તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.અમે જેમ-જેમ મહિલાઓની ક્ષમતાઓમાં રોકાણ કરી રહ્યાં છીએ, તેમ-તેમ અમે સૌ કોઈ માટે વધુ સ્થિતિસ્થાપક અને ન્યાયસંગત ભવિષ્યનું નિર્માણ કરવાનો માર્ગ પણ મોકળો કરી રહ્યાં છીએ.

વૈશ્વિક પરિપ્રેક્ષ્યને ઉમેરતા સિમેન્સના ઇલેક્ટ્રિફિકેશન અને ઑટોમેશનના બિઝનેસ સેગમેન્ટ હેડ સુશ્રી વિભા ગુપ્તા દ્વારા સંચાલિત સ્ટોરીઝ ધેટ ઇલ્યુમનેટ પેનલમાં ફિલિપિન ઓવરસીઝ એન્ડ ડોમેસ્ટિક કન્સ્ટ્રક્શન બૉર્ડ (પીઓસીબી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ડોરિસ યુ. ગાચો;શ્નાઇડર ઇલેક્ટ્રિકના ગ્લોબલ ચીફ સસ્ટેનેબિલિટી ઑફિસર સુશ્રી ક્રિસ લીયોંગ; જીઈ વર્નોવાની ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ્સના સીએસઓ/સીટીઓ સુશ્રી વીરા સિલ્વા તથા હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના એવીપી સુશ્રી રુચિ કુકરેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમણે ઊંડી જાણકારી પૂરી પાડી હતી.

ઊર્જા ક્ષેત્રની પ્રગતિ પરની વૈશ્વિક ચર્ચાને વધુ આકાર આપવા માટે ઇલેક્રામા 2025માં વર્લ્ડ યુટિલિટી સમિટ (ડબ્લ્યુયુએસ)નું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ઊર્જા રૂપાંતરણ, ડીકાર્બનાઇઝેશનની વ્યૂહરચનાઓ, એઆઈથી સંચાલિત પાવર મેનેજમેન્ટ અને યુટિલિટીઝના ભવિષ્ય પરના વ્યૂહાત્મક સંવાદને આગળ વધારવા માટે રચવામાં આવેલી એક હાઈ-ઇમ્પેક્ટ ફૉરમ છે. વૈશ્વિક અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ અને ટેકનોલોજીના પ્રણેતાઓને એકઠાં કરીને આ સમિટે સસ્ટેનેબલ, ડિજિટલાઇઝ્ડઅને ભવિષ્ય માટે સજ્જ હોય તેવી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં રહેલા પડકારો અને તકોને સંબોધવા માટેનું એક મંચ પૂરું પાડ્યું હતું.ડબ્લ્યુયુએસમાં હાજર રહેલા પ્રતિષ્ઠિત મહાનુભવો અને નિષ્ણાતોએ કાર્યવાહી કરી શકાય તેવી ઊંડી સૂઝ અને પથપ્રદર્શક સહયોગ સાધવા માટેનું મંચ સ્થાપ્યું હતું, જે પાવર યુટિલિટીઝના ભવિષ્યને નિર્ધારિત કરશે.

ડબ્લ્યુયુએસ સેશનનો હિસ્સો બનનારા મુખ્ય મહાનુભાવોમાં ડબ્લ્યુયુએસના ચેરમેન શ્રી એસ. આર. નરસિંહન, ઇલેક્રામાના ચેરમેન શ્રી વિક્રમ ગંડોત્રા અને IEEMAના પ્રમુખ શ્રી સુનિલ સિંઘવીનો સમાવેશ થાય છે. વધુમાં આ સેશનમાં કેટલાક પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમ કે, સીઇએના ચેરપર્સન શ્રી ઘનશ્યામ પ્રસાદ, પીજી એન્ડ ઈ, આઇઇઇઈ પીઇએસના સીનિયર ડિરેક્ટર શ્રી રાજ બેઅસલા, ઇડીએફના ચેરમેન અને સીઇઓ લ્યુકરીમોન્ટ, શ્નાઇડર ઇલેક્ટ્રિકના ઇવીપી શ્રી મનિષ પંત, જીઈ વર્નોવાના સીટીઓ સુશ્રી વીરા સિલ્વા, યુપીપીસીએલના ચેરમેન શ્રી આશિષકુમાર ગોયલ (આઇએએસ) અને સિમેન્સ એનર્જી ઇન્ડિયાના સીઇઓ અને સિમેન્સ ગામેસા ઇન્ડિયાના ચેરમેન શ્રી ગિલહર્મે મેન્ડોન્કા. આ ઉપરાંત, સમિટમાં એક વ્યાપક શ્વેતપત્રનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં બિઝનેસ મોડલ પર ફરીથી વિચારણા કરવા, નીતિગત માળખાંની ફરીથી કલ્પના કરવા અને સ્થાયી પ્રગતિને આગળવધારવા માટે ગ્રાહકો સાથેની સંલગ્નતાને વધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

નીતિ ઘડનારાઓ, ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને ઉદ્યોગજગતના અનુભવીઓએ ખૂબ મોટી સંખ્યામાં તેમાં ભાગ લીધો હોવાથી ઇલેક્રામા 2025ના બીજા દિવસે ડિજિટલાઇઝેશન, ક્લીન એનર્જીના સ્વીકરણ અને ભવિષ્ય માટે સજ્જ ઊર્જા ક્ષેત્ર પ્રત્યેની ભારતની કટિબદ્ધતાને સુદ્રઢ બનાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં યોજવામાં આવેલી ચર્ચા-વિચારણાઓ અને સહયોગો આગામી કેટલાક વર્ષોમાં ભારતના ઊર્જા રૂપાંતરણની વિકાસયાત્રાને વ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button