“કલ્પનાની ઉડાન” અને “ફીટ યુદ્ધ” નું આયોજન

“કલ્પનાની ઉડાન” અને “ફીટ યુદ્ધ” નું આયોજન
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા જયંતિ મહોત્સવના ભાગરૂપે ડુમસના કંસલ ફાર્મ ખાતે બુધવારે યુવા શાખા દ્વારા “ફીટ યુદ્ધ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ પોદ્દારે જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યાથી આયોજિત કાર્યક્રમમાં સ્પર્ધકોએ તેમની શારીરિક કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ટ્રસ્ટની મહિલા શાખા દ્વારા સવારે 9 વાગ્યાથી સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન પેલેસના પંચવટી હોલમાં “કલ્પનાની ઉડાન” ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 350 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ વયજૂથના બાળકોએ ડ્રોઈંગ, ક્રાફ્ટિંગ, પિગી બેંક પેઈન્ટીંગ, પેપર બેગ પેઈન્ટીંગ અને કોફી પેઈન્ટીંગ દ્વારા પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અનેક સભ્યો, યુવા અને મહિલા શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.