માલસર ખાતે ગજાનન આશ્રમના નવનિર્માણનું ભૂમિપૂજન કરાયુ
માલસર ખાતે ગજાનન આશ્રમના નવનિર્માણનું ભૂમિપૂજન કરાયુ
શિનોર તાલુકાના માલસર ખાતે નર્મદા મૈયાના ખોળામાં ગજાનન આશ્રમના નવનિર્માણનું ભૂમિપૂંજન કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયાની હાજરી માં ઋષિકા દીકરીઓ ચિરંજીવી પ્રેરણા જોશી અને ચિરંજીવી વિદ્યા જોષી તથા પૂજ્ય ગુરુજી અને પૂજ્ય માતાજી ના હસ્તે કરવામાં આવ્યું.
ગજાનન આશ્રમ ના ભૂમિ પૂજન માં આજરોજ તારીખ 8 નવેમ્બર 2024 ના રોજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા સાથે કરજણ-શિનોર ના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા રૂરલ ડી.વાય.એસ.પી.આકાશ પટેલ, સી.પી.આઇ. તડવી, નાયબ કલેક્ટર, મામલતદાર મુકેશભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી સહકારી અગ્રણી વિકાસ પટેલ (બીથલી)સહિત ધોરાજી મુરલી મનોહર મંદિર ના મહંત રવિદાસ બાપુ સહિત મહંતો મહાનુભાવો એ હાજરી આપી હતી.
પૂજ્ય ગુરુજીએ જણાવ્યું કે અંદાજિત 50 કરોડ રૂપિયાના ખર્ચે ₹1,54,000 સ્ક્વેર ફૂટમાં આ નવા ગજાનન આશ્રમનું બાંધકામ કરવામાં આવશે, છેલ્લા 16 વર્ષથી અહીંયા સેવા આપવામાં આવે છે જેને વિશ્વ વ્યાપક બનાવવા માટે આ નવીનીકરણમાં તમામ વર્ગો માટે સેવા અને સગવડ રાખવામાં આવશે. આધુનિકતા તથા આધ્યાત્મિકતાથી ભરપૂર ઋષિ કુમારો તથા વૃદ્ધો માટે ઉમાશંકર વૃદ્ધાશ્રમ ,ભોજનશાળા, કથા- ધ્યાન- યોગ માટે વિશાળ હોલ ,નર્મદા પરિક્રમા વાસી તથા મહેમાનો માટે સુંદર રહેણાંક રૂમો,યજ્ઞશાળા, ગૌશાળા તથા નર્મદા કિનારે વિશાળ ઘાટ નું નિર્માણ કરવામાં આવશે. આ નવનિર્માણ સાથે માલસર ના નર્મદા ઘાટને તીર્થ તરીકે વિકાસ કરવાનો પૂજ્ય ગુરુજીનો સંકલ્પ છે અને આ સ્થળે આવીને યાત્રાળુઓ ,ભક્તો, સહેલાનીઓ પણ દિવ્ય અલૌકિક આનંદ પામે તેવી નેમ છે, પૂજ્ય ગુરુજીનો સંસ્કૃત પાઠશાળા ચલાવી મુખ્ય ઉદ્દેશ ઋષિ કુમારો તૈયાર કરી રાષ્ટ્રહિતમાં કાર્ય કરે એવો મુખ્ય ધ્યેય છે.
આજના આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં સાધુ સંતો, રાજકારણીઓ ,સામાજિક કાર્યકર્તાઓ ,તથા મીડિયા જગતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આમ ચતુષ્કોણીય અગ્રણીઓની હાજરી દેખાતી હતી. એ નવીનતા દેખાઈ આવતી હતી.