ગેલેક્સી AIએ 22 ભાષામાં સપોર્ટ વિસ્તાર્યો

- ગેલેક્સી AIએ 22 ભાષામાં સપોર્ટ વિસ્તાર્યો
સેમસંગે અર્થપૂર્ણ મોબાઈલ AI અનુભવોની વ્યાપ્તિ વધારવાનું ચાલુ રાખ્યું હોઈ સીમાઓમાં લોકોને આસાનીથી કનેક્ટ અને કમ્યુનિકેટ કરવામાં મદદ કરે છે - બે નવી ભાષાઃ ગેલેક્સી AI દ્વારા ગુજરાતી અને ફિલિપિનોનો ઉમેરો કરતાં 22 ભાષાને હવે સપોર્ટ આપે છે.
સ્માર્ટ કમ્યુનિકેશન અને પ્રોડક્ટિવિટીઃ તેમાં લાઈવ ટ્રાન્સલેટ, ઈન્ટરપ્રીટર, ચેટ આસિસ્ટ અને નોટ આસિસ્ટ જેવા ફીચર્સ ઉપભોક્તાઓને જ્યાં પણ હોય ત્યાંથી કમ્યુનિકેટ કરવા અને પ્રોડક્ટિવ રહેવામાં મદદ કરે છે.
વધુ ઉપભોક્તાઓ સુધી પહોંચે છેઃ ગેલેક્સી AIએ ઝડપથી વૃદ્ધિ કરવાનું ચાલુ રાખ્યું છે અને 2025ના અત સુધી 400 મિલિયન ડિવાઈસનો આંક પાર કરવાને માર્ગે છે.
ગુરુગ્રામ, ભારત, 30 ઓક્ટોબર, 2025 – સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.એ આજે ગેલેક્સી AI[1] માટે બે નવી ભાષાના આગામી વિસ્તરણની ઘોષણા કરી હતી, જેમાં ફિલિપિનો અને ગુજરાતીનો સમાવેશ થાય છે. આ વિસ્તારિત ભાષાનો સપોર્ટ 29 ઓક્ટોબરથી રજૂ કરવાનું શરૂ કરાયું છે.
આ નવી અપડેટ સાથે ગેલેક્સી AI હવે કુલ 22[2] ભાષાને સપોર્ટ કરીને ભાષાના અવરોધો ઓછા કરીને અને વધુ લોકો માટે અર્થપૂર્ણ મોબાઈલ AI અનુભવ લાવીને સેમસંગની મોજૂદ કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
ગેલેક્સી AI ઉત્ક્રાંતિ પામી રહી છે ત્યારે વધુ પ્રદેશોમાં રોજબરોજના જીવનમાં ઉપભોક્તાઓ હવે કમ્યુનિકેશન અને પ્રોડક્ટિવિટી આસાન અને વધુ જ્ઞાનાકાર બનાવવા માટે તૈયાર કરાયેલા ઈન્ટેલિજન્ટ ફીચર્સની તેની શ્રેણીને પહોંચ મેળવી શખે છે.
લાઈવ ટ્રાન્સલેટ [3]’ના અસલ સમયમાં, બે માર્ગી વોઈસ અને ટેક્સ્ટ ટ્રાન્સલેશન સાથે કોલ્સ હવે સીમાઓમાં વધુ આસાન બનશે, જેથી યુઝર્સ ગમે ત્યાં હોય તો પણ વાર્તાલાપ સ્વાભાવિક હોવાની ખાતરી રહેશે.
ઈન્ટરપ્રીટર [4] સ્પ્લિટ- સ્ક્રીન વ્યુ થકી તુરંત વ્યક્તિગત વાર્તાલાપ ટ્રાન્સલેટ કરે છે, જેથી વિદેશમાં પ્રવાસ કરવા સમયે રેસ્ટોરાંમાં ઓર્ડર કરવા માટે અને દિશા પૂછવા માટે ઉત્તમ છે.
ચેટ આસિસ્ટ [5] કોઈ પણ સ્થિતિ માટે મેસેજીસને ફાઈન- ટ્યુન કરે છે, જે યોગ્ય ટોન- પ્રોફેશનલ, મૈત્રીપૂર્ણ કે રમતિયાળ સાથે સુમેળ સાધતાં તૈયાર સૂચનો ઓફર કરે છે અને યુઝર્સના હેતુ સાથે સુમેળ સાધે છે.
નોટ આસિસ્ટ [6] સમરીઝ અને પ્રી- ફોર્મેટેડ ટેમ્પ્લેટ્સ ઊપજાવે છે, જે યુઝર્સને સંગઠિત રહેવામાં અને ઝડપી નોટ્સથી પ્રોજેક્ટ આઉટલાઈન્સ સુધી રોજનાં કામો પ્રવાહરેખામાં લાવવામાં મદદ કરે છે.
ટ્રાન્સસ્ક્રિપ્ટ આસિસ્ટ [7] મિટિંગ્સથી લેક્ચર્સથી ક્રિયેટિવ સત્રો સુધી બધાના વોઈસ રેકોર્ડિંગ્સ ટ્રાન્સક્રાઈબ, સમરાઈઝ અને ટ્રાન્સલેટ કરવામાં મદદરૂપ થાય છે.
બ્રાઉઝિંગ આસિસ્ટ [8] યુઝર્સને સૌથી મહત્ત્વપૂર્ણ હોય તેનાથી અપટુડેટ રાખે છે, જે નવા લેખો અને વેબપેજીસને ઝડપથી અને આસાનીથી વાંચી શકાય તે રીતે સમરાઈઝ કરે છે.
આ ફીચર્સ લોકો જે સ્વાભાવિક રીતે કમ્યુનિકેટ કરે તે ગેલેક્સી AI સહજ રીતે અનુરૂપતા સાધવાની ખાતરી રાખી શકે તે માટે ઊંડી ભાષાકીય સમજ અને પ્રાદેશિક અંતર્દ્ષ્ટિ સાથે નિર્માણ કરાયા છે. ગુજરાતી અને ફિલિપિનો ભાષા અનુક્રમે ભારત અને ઈન્ડોનેશિયામાં સેમસંગનાં રિસર્ચ સેન્ટરો સાથે નિકટતાથી જોડાણમાં વિકસાવવામાં આવ્યા છે. સ્થાનિક ભાષાના મોડેલોની પ્રગતિ કરવાનું તેમનું મોજૂદ કામ ગેલેક્સી AIની વૈશ્વિક રજૂઆતને આકાર આપવાનું ચાલુ રાખે છે.
“ગેલેક્સી AIમાં ગુજરાતીનો ઉમેરો કરાયો તે વૈવિધ્યપૂર્ણ ભાષાકીય ક્ષિતિજ ધરાવતા ભારતમાં AIની વ્યાપ્તિ વધારવાના અમારા ધ્યેયમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. અમારા આયામમાં ગુજરાતી ઉમેરીને અમે નેટિવ સ્પીકર્સને ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે, કોલ આસિસ્ટ અને ઈન્ટરપ્રીટરનો આસાનીથી ઉપયોગ કરવા અભિમુખ બનાવી રહ્યા છીએ, જે સર્વ અમારી આધુનિક ઓન-ડિવાઈસ AI ટેકનોલોજી દ્વારા પાવર્ડ છે. અમે ગેલેક્સી AIની ભાષાકીય પહોંચ વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે ત્યારે અમે આ આંતરજોડાણ ધરાવતી દુનિયામાં ફૂલવાફૂલવા માટે સમુદાયોને સશક્ત બનાવવા સાથે ભારતના બહુભાષી વારસાને પહોંચી વળતી ટેકનોલોજી નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ,’’ એમ સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર ખાતે લેન્ગ્વેજ AI ટીમના હેડ અને સિનિયર ડાયરેક્ટર ગિરિધર જક્કીએ જણાવ્યું હતું.
ગેલેક્સી AI દુનિયાભરમાં લાખ્ખો યુઝર્સ માટે રોજિંદા નિત્યક્રમનો ઝડપથી હિસ્સો બની રહ્યું છે. ગેલેક્સી AI ફોરમમાં અગાઉ આ વર્ષે સેમસંગે જણાવ્યું હતું કે ગેલેક્સી S25ના 70 ટકાથી વધુ યુઝર્સ નિયમિત રીતે ગેલેક્સી AI અને ગૂગલ જેમિની ફીચર્સ સાથે સહભાગી થાય છે, જેમાં આજે અડધોઅડધ ગ્રાહકો (47 ટકા) તેમના રોજબરોજના જીવનમાં AI પર વધુ આધાર રાખે છે.
ગેલેક્સી AI સાથે સહભાગી થતા ગેલેક્સી S25 યુઝર્સની ટકાવારી ભારતમાં અધધધ 91 ટકા છે.
સેમસંગની મોબાઈલ AIની શક્તિની વ્યાપ્તિ વધારવાની મોજૂદ કટિબદ્ધતાએ આ ઝડપથી વૈશ્વિક સ્તરે અપનાવવાની ઝુંબેશને ચાલુ રાખે છે, કારણ કે વધુ ને વધુ ગ્રાહકો રોજબરોજ જે રીતે કમ્યુનિકેટ, લર્ન અને પ્રોડક્ટિવ રહે છે તેમાં ગેલેક્સી AI જોડવા માગે છે. ગેલેક્સી S24 સિરીઝ સાથે તેના પદાર્પણથી ગેલેક્સી AI અભૂતપૂર્વ ગતિથી વિસ્તરણ કરી રહી છે. 2024માં 200 મિલિયન ડિવાઈસીસ સુધી પહોંચ્યા પછી સેમસંગ હવે 2025ના અંત સુધી ગેલેક્સી AI 400થી વધુ મિલિયન ડિવાઈસીસમાં લાવવાના માર્ગે છે.
નવી સપોર્ટેડ ગેલેક્સી AI ભાષા 29 ઓક્ટોબરથી આરંભ કરતાં સેટિંગ્સ પરથી લેન્ગ્વેજ પેક્સ તરીકે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
ગેલેક્સી AI વિશે વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરો: Samsung Newsroom, Samsungmobilepress.com અને Samsung.com.



