ઓટોમોબાઇલ્સ

ગેલેક્સી બુક 6 સ્લીક નવા સ્વરૂપમાં એઆઈ- પાવર્ડ પ્રોડક્ટિવિટી અને એડવાન્સ્ડ પરફોર્મન્સ લાવી

ગેલેક્સી બુક 6 સ્લીક નવા સ્વરૂપમાં એઆઈ- પાવર્ડ પ્રોડક્ટિવિટી અને એડવાન્સ્ડ પરફોર્મન્સ લાવી

ઈન્ટેલ 18એ, દીર્ઘ ટકાઉ બેટરી આયુષ્ય અને અલ્ટ્રા- સ્લિમ પ્રોફાઈલ પર નિર્મિત ઈન્ટેલનાં કોર અલ્ટ્રા સિરીઝ 3 પ્રોસેસર્સ સાથે સેમસંગની ગેલેકસી બુક6 સિરીઝ યુઝર્સની પીસીમાંથી અપેક્ષા નવી ઊંચાઈએ લઈ જાય છે

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આજે સીઈએસ 2026 દરમિયાન ગેલેક્સી બુક6 અલ્ટ્રા, ગેલેક્સી બુક6 પ્રો અને ગેલેક્સી બુક6 રજૂ કર્યાં. આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી બુક સિરીઝ આ ડિવાઈસીસમાં મજબૂત પરફોર્મન્સ છે, જે ઉત્તમ સંતુલિત સ્લિમ પ્રોફાઈલમાં ઘડવામાં આવેલી અચૂકતા થકી એઆઈ- પાવર્ડ પ્રોડક્ટિવિટીને નવી ઊંચાઈએ લઈ જાય છે.

“સેમસંગમાં અમે માનીએ છીએ કે અસલી ઈનોવેશન સૈદ્ધાંતિક અધિકારો મેળવવા સાથે શરૂ થાય છે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે મોબાઈલ એક્સપીરિયન્સ (એમએક્સ) બિઝનેસના પ્રેસિડેન્ટ, ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) અને આરએન્ડડી ઓફિસના હેડ વોન- જૂન ચોઈએ જણાવ્યું હતું. “પરફોર્મન્સ પીસી અનુભવની વ્યાખ્યા કરે છે. ગેલેક્સી બુક6 સિરીઝ સાથે અમે સેમસંગ પાસેથી યુઝર્સ અપેક્ષા રાખે તે ઉત્તમ ઉત્પાદકતા અને ક્રિયાત્મક ક્ષમતાઓ પ્રદાન કરવા નિર્ભરક્ષમ એઆઈ સાથે અસમાંતર સ્પીડ અને પાવરને જોડ્યાં છે.’’

બેજોડ પરફોર્મન્સ માટે ઘડાયા છે
સ્લિમ અને પોર્ટેબલ ડિઝાઈનમાં આકર્ષક વિઝ્યુઅલ્સ અને ઓડિયો સાથે અત્યાધુનિક હાર્ડવેરને પૅર કરતાં ગેલેક્સી બુક6 સિરીઝ સેમસંગનો આજ સુધીનો સૌથી આધુનિક પીસી પરફોર્મન્સ પ્રદાન કરે છે. ઈન્ટેલ 18એ પર નિર્મિત પ્રથમ ક્લાયન્ટ સિસ્ટમ- ઓન- ચિપ્સ (એસઓસી) ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા સિરીઝ 3 પ્રોસેસર્સ દ્વારા પાવર્ડ ગેલેક્સી બુક6 કાર્યક્ષમ, હાઈ સ્પીડ સીપીયુ, જીપીયુ અને ડાયા એનપીયુ1 પરફોર્મન્સ પ્રદાનકરીને અત્યંત ઝડપી પ્રોસેસિંગ, આસાન મલ્ટીટાસ્કિંગ અને વધુ પ્રતિસાદાત્મક એઆઈ અભિમુખ બનાવે છે.

નવા NVIDIA® જીફોર્સ RTX™ 5070/5060 લેપટોપ જીપીયુ, ગેલેક્સી બુક6 અલ્ટ્રા હાઈ સ્પીડ એઆઈ ઈમેજ નિર્મિતી, અત્યંત સ્મૂધ વિડિયો પ્લેબેક અને એડિટિંગ તથા ઊંડાણથી રોમાંચક ગેમિંગ સાથે ઉચ્ચ સ્તરના ક્રિયેટિવિટી અને એન્ટરટેઈનમેન્ટ અનુભવો ઉજાગર કરે છે.

પરફોર્મન્સ મહત્તમ બનાવતાં શક્તિશાળી હાર્ડવેરને તેટલી જ આધુનિક થર્મલ સિસ્ટમનો આધાર આવશ્યક છે. સેમસંગે સૂઝબૂઝપૂર્વક કૂલિંગ આર્કિટેક્ચર તૈયાર કર્યું છે, જે અતિ અવાજના ટ્રેડ-ઓફફ વિના કાર્યક્ષમ અને એકધારી કામગીરી પ્રદાન કરે છે. નવી ઓપ્ટિમાઈઝ્ડ વેપર ચેમ્બર અને એરફ્લો સિસ્ટમ ગેલેક્સી બુક6 અલ્ટ્રા અને પ્રો મોડેલ્સમાં શાંત કામગીરી જાળવવા સાથે ગરમી બહાર ફેંકવાનું બહેતર બનાવે છે, જે પહેલી વાર પ્રો સિરીઝ વેપર ચેમ્બરનો ઉપયોગ કરે છે.

એકદમ સ્લિમ અને સંતુલિત
સેમસંગની હાર્ડવેર હેરિટેજ ડિઝાઈનમાં પ્રદર્શિત થાય છે, જેમાં પરફોર્મન્સ હેતુપ્રેરિત કળાકારીગરી સાથે સુમેળ સાધે છે, જે રોજબરોજની વર્સેટાલિટી માટે નિર્મિત સ્લિમ, પ્રીમિયમ પીસીમાં પરિણમે છે. નાનામાં નાની નહીં જોયેલી બારાકાઈ સુધી દરેક તત્ત્વ સુચારુ સંતુલન અને સહજ ઉપયોગક્ષમતા હાંસલ કરવા માટે વિચારપૂર્વક ઘડાઈ છે.

ગેલેક્સી એઆઈ સાથે આખા દિવસની પ્રોડક્ટિવિટી અને કનેક્ટિવિટી
એઆઈ દ્વારા પાવર્ડ આખા દિવસની પ્રોડક્ટિવિટીમાં સ્પીડ, સ્થિરતા અને સક્ષમ પરફોર્મન્સની આવશ્યકતા રહે છે. ગેલેક્સી બુક6 ઓન- ડિવાઈસ અને કલાઉડ- આધારિત ઈન્ટેલિજન્સમાં સહજ ઝડપી અને જ્ઞાનાકાર અનુભવ પ્રદાન કરવા માટે ગેલેક્સી એઆઈ સાથે હાઈ- પાવર્ડ કમ્પ્યુટિંગને જોડે છે. પરિણામ સ્માર્ટ ટૂલ્સ છે, જે સવારથી રાત તુરંત, વિશ્વસનીય અને સુસજ્જ મહેસૂસ કરાવે છે.

સેમસંગ ગુણવત્તા અને સંભાળના આધાર સાથેની આધુનિક સલામતી
ગેલેક્સી બુક6 સિરીઝને લાંબા ગાળાની વિશ્વસનીયતા પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાનો આધાર છે, જે યુઝર્સ વિશ્વાસ રાખી શકે તેવા નિર્ભરક્ષમ પરફોર્મન્સની ખાતરી રાખે છે. સેમસંગ નોક્સ હુમલા રોકવા અને ડેટાનું રક્ષણ કરવા બહુસ્તરીય, હાર્ડવેર આધારિત સલામતી પૂરી પાડે છે, જ્યારે વિંડોઝ 11 સિક્યોર્ડ- કોર પીસી ફીચર્સ સંરક્ષણની વધારાની સપાટી ઉમેરે છે. દરેક બેલેક્સી બુક6 સેમસંગનાં સર્વોચ્ચ ધોરણોને પહોંચી વળવા માટે સઘન ડ્યુરેબિલિટી અને ક્વોલિટી ટેસ્ટિંગ હેઠળ પસાર થાય છે અને મનની વધુ શાંતિ માટે સેમસંગ કેર+ 18 અકસ્માતી હાનિ, સમારકામ અને ફેરબદલી માટે વ્યાપક રક્ષણ આપે છે, જેથી યુઝર્સ આત્મવિશ્વાસ સાથે કામ, ક્રિયાત્મકતા અને જોડાણ પર કેન્દ્રિત થઈ શકે છે.

ઉપલબ્ધતા
ગેલેક્સી બુક6 અલ્ટ્રા, ગેલેક્સી બુક6 પ્રો અને ગેલેક્સી બુક6 ગ્રે અથવા સિલ્વરમાં અને ચુનંદી બજારમાં જાન્યુઆરી 2026ના અંત સુધી મળશે. ઉપરાંત ગેલેક્સી બુક6 એન્ટરપ્રાઈઝ એડિશન પણ રહેશે, જે એપ્રિલ 2026થી આરંભ કરતાં અમુક બજારમાં ઉપલબ્ધ મેનેજ્ડ આઈટી વાતાવરણ માટે ઓપ્ટિમાઈઝ્ડ ફીચર્સ અને સોલ્યુશન્સ લાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button