વ્યાપાર

સોનાના વાયદામાં રૂ.13220 અને ચાંદીના વાયદામાં રૂ.35712નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.74 તેજ

સોનાના વાયદામાં રૂ.13220 અને ચાંદીના વાયદામાં રૂ.35712નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.74 તેજ

કોમોડિટી વાયદાઓમાં રૂ.799478 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2850540 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.671344 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 42989 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 16થી 22 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.3650128.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.799478.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2850540.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 42989 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.74319.18 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.671344.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.142589ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.158475ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.141220ના સ્તરને સ્પર્શી, રૂ.143121ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.13220ના ઉછાળા સાથે રૂ.156341ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.13720 ઊછળી રૂ.129968 થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.1705ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.16247 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.13683ના ઉછાળા સાથે રૂ.156533ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.143131ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.159500ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.142000ના સ્તરને સ્પર્શી, રૂ.143406ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.13412 વધી રૂ.156818ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.287127ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.335521ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.284045ના મથાળે અથડાઈ, રૂ.291577ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.35712ના ઉછાળા સાથે રૂ.327289ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.38972 ઊછળી રૂ.332393 થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.38936 ઊછળી રૂ.332476ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.41367.59 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.35.45 ઘટી રૂ.1273.05ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.5.9 ઘટી રૂ.311.95ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.3.5 ઘટી સપ્તાહના અંતે રૂ.315.2ના ભાવે બોલાયો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.85 ઘટી રૂ.190.15ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.86732.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4220ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4252 અને નીચામાં રૂ.3980ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.233 ઘટી રૂ.3991ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5357ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5607 અને નીચામાં રૂ.5345ના મથાળે અથડાઈ, રૂ.5366ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.74 વધી રૂ.5440 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.74 વધી રૂ.5442ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.82 વધી રૂ.326.4ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.81.2 વધી રૂ.325.7 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.970ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.14.7 ઘટી રૂ.958.7ના સ્તરે પહોંચ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.190 વધી રૂ.26500ના ભાવે બંધ થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2672ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.36 ઘટી રૂ.2644 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.352891.38 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.318453.40 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.35332.99 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2745.79 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.357.36 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2815.32 કરોડનાં કામકાજ થયાં હતાં.

સપ્તાહ દરમિયાન ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.86.49 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.7029.96 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.79615.75 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.30.04 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.1.32 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.06 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 11402 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39495 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6092 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 69441 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15754 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9745 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 23106 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 48598 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 621 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14671 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 12489 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38950 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 44301 પોઇન્ટના સ્તર અને નીચામાં 38700 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 4176 પોઇન્ટના ઉછાળા સાથે 42989 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button