પ્રાદેશિક સમાચાર
સુરતમાં સતત ઝાડ પડવાની ઘટના: પાંડેસરા પ્રમુખપાર્ક પાસે ટેમ્પો પર ઝાડ ધરાશાયી

Surat Pandesara News: એક બાદ એક શહેરમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. પહેલા સુરત કોર્ટ, પછી વરાછા અને હવે પાંડેસરામાં ઝાડ પડવાની ઘટના સામે આવી છે. (Pandesara) પાંડેસરા પ્રમુખપાર્ક પાસે ઝાડ ધરાશાયી થતાં બજાજ ટેમ્પો (GJ.05.CT 1124) દબાયું, જેનાથી ટેમ્પોને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાની નહોતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી ઝાડ કાપી રસ્તો ફરીથી ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો.