કરજણ તાલુકાના નવી જીથરડી ગામે રૂ.36 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ

કરજણ તાલુકાના નવી જીથરડી ગામે રૂ.36 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ
કરજણ તાલુકાના નવી જીથરડી ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 36 લાખના અંદાજિત ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ વિનાયકી ચતુર્થી ના દિવસે પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ તથા સંતોના સાનિધ્યમાં કરવામાં આવ્યું.
સને 2024- 25 માં બાંધકામ થયેલ નવી જીથરડી મુકામે નવ નિર્મિત પ્રાથમિક શાળા ના બે રૂમ તમામ સુવિધા અને કમ્પાઉન્ડ વોલ સાથે અંદાજિત રૂપિયા 36 લાખના ખર્ચે બનાવવામાં આવેલ,* ભણશે ગુજરાત વિકસિત બનશે ગુજરાત* ના સૂત્ર સાથે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાનકડા ગામમાં શિસ્ત બદ્ધ કન્યાઓ દ્વારા પ્રાર્થના, વેશભૂષા સાથે બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય પછી મહેમાનો તથા સંતોના સાનિધ્યમાં વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ નિશાળિયા, કરજણ કેળવણી મંડળના મંત્રી જગદેવસિંહ પરિહાર, તાલુકા ભાજપ પ્રમુખ બિરેન પટેલ, નગર ભાજપ પ્રમુખ વિમલ ભટ્ટ ,તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ ઈલાબા અટાલીયા , જિલ્ઉલા ભાજપ ઉપપ્રમુખ કુમુદ પટેલ ,જિલ્લા પંચાયત સદસ્ય રામભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય રોહન નિશાળિયા રાજેન્દ્રભાઈ પાટણવાડીયા કોર્પોરેટર કૈલાશ બારીયા ઉર્વશીબા સિંધા,કોસ્મોસ ફિલ્મસ લી.ના HR,હેડ યાદવજી, CSR હેડ મમતાબેન બક્ષી ,સહકારી સંસ્થાના આગેવાનો સંતો, ગ્રામજનો ,શાળાના શિક્ષકો બાળકો હાજર રહ્યા હતા. મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સરપંચ વિનય ભગત તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા પરિવાર દ્વારા વિકસિત ભારત 2047 ની થીમ ઉપર બનાવેલ રંગોળી ખૂબ જ આકર્ષક દેખાતી હતી.



