વ્યાપાર

GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા સુરતમાં ભવ્ય ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન; 500થી વધુ ઇલેક્ટ્રિશિયન્સની નોંધપાત્ર હાજરી

GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા સુરતમાં ભવ્ય ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન; 500થી વધુ ઇલેક્ટ્રિશિયન્સની નોંધપાત્ર હાજરી

સ્વિચથી સ્માર્ટ સોલ્યુશન સુધી: સુરતમાં GreatWhite ઇલેક્ટ્રિકલના મેગા કાર્યક્રમમાં ટેક્નોલોજી અને વિશ્વાસનો સંગમ

સુરત: ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ GreatWhite ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના વરાછા વિસ્તારમાં ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન માટે એક ભવ્ય અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6:30 વાગ્યે શરૂ થયેલ આ કાર્યક્રમ રાત્રે 10:30 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં અંદાજે 500 જેટલા વાયરમેન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન્સે ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી.

કાર્યક્રમ દરમિયાન GreatWhite ઇલેક્ટ્રિકલ કંપની તરફથી મલય ભાયાણી (Regional Head) એ મુખ્ય સંબોધન કર્યું હતું. તેમણે કંપનીની યાત્રા, વિકાસ અને ભવિષ્યની દૃષ્ટિ વિશે વિગતવાર માહિતી આપી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે GreatWhite ઇલેક્ટ્રિકલ કંપની ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા પ્રતિબદ્ધ છે અને ખાસ કરીને મિકેનિકલ સ્વિચેસમાં લાઇફટાઇમ ગેરંટી આપવી એ કંપનીની સૌથી મોટી વિશેષતા છે. સાથે સાથે તેમણે કંપનીના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ્સ અને આવનારા સમયમાં થનારા ટેક્નોલોજીકલ વિકાસ વિશે પણ માહિતી આપી હતી.

કાર્યક્રમમાં GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા અનેક નવા પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં Trivo Range માં New Acrylic Plates & Touch Switch Range, Arcus Range માં Automation Solutions તેમજ Fiana Range માં Magnesium કલરવાળી Flat Switch Range ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ નવી રેન્જને જોઈને હાજર ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પ્રોડક્ટ્સનું લાઇવ ડેમો અને પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું. જેમાં Switches Range, Wires, MCB Range, Lighting Products, Conduit Pipe તથા અન્ય Accessoriesનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રેક્ટિકલ ડેમોથી હાજર રહેલા ઇલેક્ટ્રિશિયન્સને પ્રોડક્ટ્સની ગુણવત્તા અને ઉપયોગિતાની સ્પષ્ટ સમજ મળી હતી.

વાયરમેન કોન્ટ્રાક્ટરો માટે કાર્યક્રમમાં ખાસ આકર્ષણરૂપે મનોરંજન અને ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મ્યુઝિક અને મિમિક્રી શો દ્વારા સૌને મનોરંજન મળ્યું હતું. સાથે સાથે રિટર્ન ગિફ્ટ, લકી ડ્રો અને ડિનરની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મનોરંજન માટે જાણીતા ગાયક શિવરંજિની પંડિત, પલક પંડિત, વિશાલ પટેલ (Singer) તેમજ રાજ પ્રિન્સ (Anchor & Mimicry Artist) એ પોતાની રજૂઆતથી સમગ્ર વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું.

વરાછા વિસ્તારના વિવિધ ભાગોમાંથી આવેલા ઇલેક્ટ્રિશિયન્સ માટે આ કાર્યક્રમ માત્ર માહિતીપૂર્ણ જ નહીં પરંતુ અનુભવસભર અને યાદગાર સાબિત થયો હતો. GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા આયોજિત આ વાયરમેન મીટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે એક મજબૂત જોડાણ અને નવી ટેક્નોલોજી સાથે અપડેટ થવાનું ઉત્તમ મંચ બની રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button