સ્પોર્ટ્સ

હેરી બ્રુકની તોફાની સદીએ ODIમાં ઓસ્ટ્રેલિયાનો વિજય રથ અટકાવ્યો

હેરી બ્રુકની તોફાની સદીએ ODIમાં ઓસ્ટ્રેલિયાનો વિજય રથ અટકાવ્યો

હેરી બ્રુકની વનડેમાં પ્રથમ સદીના આધારે ઈંગ્લેન્ડે ત્રીજી ODIમાં ઓસ્ટ્રેલિયાને 46 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને સતત 14 વન-ડે જીત્યા બાદ પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ઓસ્ટ્રેલિયન ટીમની 348 દિવસની જીતનો સિલસિલો હવે તૂટી ગયો છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ મેદાન પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ODI મેચ રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીની અડધી સદીના આધારે નિર્ધારિત 50 ઓવરની રમતમાં 7 વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યજમાન ઈંગ્લેન્ડની ટીમે જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ મધ્યમાં વરસાદના વિક્ષેપને કારણે તેને રમત રોકવાની ફરજ પડી હતી.ટાર્ગેટનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમને DLS મુજબ 254 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે માત્ર 4 વિકેટ ગુમાવીને જીતી લીધો હતો. ઈંગ્લેન્ડ માટે આ મેચમાં કેપ્ટન હેરી બ્રુકે 94 બોલમાં 110 અણનમ રનની જોરદાર ઈનિંગ રમી હતી. બ્રુકે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button