પલસાણા તાલુકાના બગુમરા ગામના શારદાબેન રાઠોડને પીએમ આવાસથી કાયમી છત્રછાયા મળી

સુરત:બુધવાર: પોતાના કાચા મકાનને પાકાં મજબૂત ઘરમાં ફેરવવું એ શારદાબેનનું સ્વપ્ન હતું. પલસાણા તાલુકાના બગુમરા ગામના શારદાબેન રાઠોડનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું. મકાન બાંધકામ માટે રૂ.૩.૫૦ લાખની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી સુરત તરફથી હપ્તે રૂપિયા મળતા ઘર બાંધવાનું સ્વપ્ત સાકારિત થયું. સરકારની સહાય થકી શારદાબેન જેવા સામાન્ય સ્થિતિ ધરાવતા બહેનને આજે પાકુ આવાસ મળ્યું છે.
શારદાબેન કંચરાભાઇ રાઠોડ જણાવે છે કે, પહેલા મારૂ ઘર કાચું હતું. માટીથી ચણતર કરેલું અને છાપરૂ દેશી નળીયા હોવાથી ચોમાસામાં વુધ વરસાદનાસમયે ઘરની અંદર અને આજુ બાજુ પાણી પડતું હતું. રહેવા માટે ઘણીજ તકલીફ પડતી હતી.
અમારી ગ્રામ પંચાયતના સરપંચે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરી હતી, તેનાથકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી સુરત દ્વારા પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું. અમોને પ્રથમ હપ્તો રૂ.૩૦ હજાર એડવાન્સ પેટે મળ્યો. જેનાથી મકાનની કામગીરી શરૂ કરી ત્યાર બીજા હપ્તે રૂ.૪૫ હજાર મળ્યા જેનાથી મકાન લીન્ટલ લેવલ સુધી આવતા ત્રીજા હપ્તે પેટે રૂ.૫૫ હજાર મળ્યા હતા. મકાનના સ્લેપ ભરતા ચોથા હપ્તે રૂ.૧ લાખ અને પાંચમા હપ્તે ૭૦ હજાર મળ્યા હતા. મકાનનું બાંધકામ પૂર્ણ થતાં છઠ્ઠા હપ્તે રૂ.૫૦ હજાર મળી એમ કુલ રૂ.૩.૫૦ લાખ મળ્યા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસનું નિર્માણ કામ પુર્ણ થયું છે, અમારા ગામમાં ઘર બનવાથી મારો મોભો વધ્યો છે. રહેવા માટે હવે પહેલા જેવી તકલીફ પડતી નથી. આમ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અમારા જેવા માટે આર્શીવાદરૂપ નિવડી છે. સરકાર દ્વારા અમારા જેવા ગરીબ-વંચિત વર્ગના લોકોની દરકાર રાખીને અનેકવિધ યોજનાઓના લાભો આપવામાં આવે છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.