જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુશાસન દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા

જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુશાસન દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા
કલેક્ટર કચેરીથી જિલ્લા વિકાસ અધિકારી શિવાની સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યકક્ષાના ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી એક જ પોર્ટલ પરથી મળી રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ નિર્મિત ‘મારી યોજના’ પોર્ટલનો શુભારંભ તેમજ વિવિધ વિભાગોના પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સુરત કલેક્ટર કચેરીથી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર શ્રી વિજય રબારી, પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સહિત ઉચ્ચ અધિકારીઓ સુશાસન દિવસની ઉજવણીમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યાં હતા, તેમજ ઉપસ્થિત સૌ અધિકારીઓએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે મારી યોજના પોર્ટલનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી ૬૮૦ યોજનાઓ સમાવી લેવામાં આવી છે. આ પોર્ટલ થકી અરજદાર વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ મેળવી શકશે.